Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાત ચૂંટણીમાં PM મોદીની મેરેથોન રેલીઓની શરૂઆત, આજથી કરશે આગાજ, 25 રેલીઓ સંબોધશે

narendra modi
, શનિવાર, 19 નવેમ્બર 2022 (10:12 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. આ કડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજથી ચૂંટણી પ્રચાર માટે રાજ્ય પહોંચશે. પીએમ મોદી વલસાડ, સોમનાથ, વેરાવળ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, જંબુસર, નવસારીમાં રોડ શો કરશે. વાપીના ચલા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભવ્ય રોડ શો કરશે. દિલ્હીથી દમણ એરપોર્ટ પીએમ મોદી ઉતરાણ કરશે. જે બાદ દાબેલ ચેકપોસ્ટથી મુક્તાનંદ માર્ગ સુધી તેમના રોડ શોનું આયોજન છે. જેમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થશે.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે વલસાડ જિલ્લામાં ચૂંટણીનો ઝંઝાવાતી પ્રચાર કરશે. વાપીના ચલા વિસ્તારમાં પીએમનો ભવ્ય રોડ શો યોજાશે. વડાપ્રધાનના આગમનને લઈને વાપીમાં દિવાળી જેવો માહોલ છવાયો છે. વાપીનો ચલા વિસ્તાર રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યો છે. સાંજે 7:00 વાગે વાપીના ચલામાં પીએમ મોદીનો રોડ શો નીકળશે. તો  સાંજે 8:00 વાગે વલસાડના જુજવામાં જંગી જાહેરસભા ગર્જાવશે. હાલ પીએમના કાર્યક્રમની તૈયારીઓને અપાયો આખરી ઓપ અપાઈ રહ્યાં છે. પીએમના રોડ શો અને જાહેરસભા વખતે લોખંડી સુરક્ષા બંદોબસ્ત રહેશે, જેમાં 9 એસપી, 17 ડી.વાય.એસ.પી, 40 પીઆઇ, 90 પી.એસ.આઇ સહિત 1500 પોલીસ કર્મીનો કાફલો તૈનાત રહેશે. 
 
 
વડાપ્રધાન ગુજરાત ચૂંટણીને લઈને રાજ્યભરમાં કુલ 25 રેલીઓ કરશે. પીએમની રેલીઓનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે, જેની તૈયારીઓ સતત ચાલી રહી છે. PM મોદી 20 નવેમ્બરે સૌરાષ્ટ્રના પ્રવાસે જશે જ્યાં તેઓ વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદની મુલાકાત લેશે. પીએમ આ સ્થળોએ જાહેર સભાઓને સંબોધિત કરશે.
 
ભાજપ ખાસ તૈયારીઓમાં જોતરાયું
PM મોદીને આવકારવા માટે આજે વલસાડ જિલ્લા ભાજપના કાર્યકરો અને સંગઠને ખાસ તૈયારીઓ કરી છે. વલસાડની પારડી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કનુ દેસાઈએ આજે ​​યોજાનાર રોડ શોના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ પીએમ મોદીના રોડ શોને લઈને સુરક્ષા વ્યવસ્થા પર પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. PM મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 9 SP, 17 DSP, 40 PI, 90 PSI સહિત 15000 પોલીસ જવાનો તૈનાત રહેશે.
 
40 સ્ટાર પ્રચારકોના નામ...
ગુજરાત ચૂંટણીને લઈને ભાજપ તેના ચૂંટણી પ્રચારમાં કોઈ કસર છોડવા માંગતી નથી. પીએમ મોદી ઉપરાંત પાર્ટીએ 40 સ્ટાર પ્રચારકોના નામની જાહેરાત કરી છે. જેમાં જેપી નડ્ડાથી લઈને અમિત શાહ, નીતિન ગડકરી, રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, ભૂપેન્દ્ર પટેલ, મનોજ તિવારી જેવા નામ સામેલ છે. આ ઉપરાંત ગુજરાતના સ્થાનિક નેતાઓ અને મંત્રીઓ પણ ચૂંટણી પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં રેલીઓ માટે પહોંચી શકે છે.
 
Pm મોદી આજથી 3 દિવસ ગુજરાત ની મુલાકાતે
ભાજપ માટે કરશે પ્રચાર
6:30 વાગે દમણ એરપોર્ટ આવશે
7:30 વાગે વલસાડ માં કરશે રોડ 
8 વાગે સભા  સ્થળે સંબોધન
વલસાડ સર્કિટ હાઉસ માં કરશે રાત્રી રોકાણ
 
20 નવેમ્બર
સવારે 8:30 વાગે વલસાડ ની સોમનાથ જવા રવાના
10વાગે સોમનાથ હેલિપેડ આવશે
10-11 સોમનાથ મંદિર પરિસર માં  પૂજા કરશે
11 વાગે વેરાવળ જાહેર સભાને સંબોધશે
12 વાગે ધોરાજી જવા રવાના
12:45 એ ધોરાજી જાહેર સભા ને સંબોધશે
1:45 એ અમરેલી જવા રવાના
2:20 એ અમરેલી પહોંચશે
2:30 એ જાહેરસભા ને સંબોધશે
 
3:30 એ બોટાદ જવા રવાના
4:30 એ બોટાદ માં જાહેર સભા ને સંબોધશે
5:15 એ બોટાદ થી અમદાવાદ એરપોર્ટ જવા રવાના
6 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે
અમદાવાદ થી ગાંધીનગર રાજભવન જશે
રાત્રી રોકાણ રાજભવન કરશે
 
21 નવેમ્બર 
સવારે 11 વાગે રાજભવન થી સુરેન્દ્રનગર જવા રવાના
12 વાગે સુરેન્દ્રનગર જાહેર સભા સંબોધશે
1 વાગે સુરેન્દ્રનગર થી જમબુસર જવા રવાના
2 વાગે જંબુસર પહોચશે
જાંબુસર માં જાહેરસભા ને સંબોધશે
3 વાગે નવસારી જવા રવાના 
4 વાગે નવસારી પહોંચશે 
જાહેરસભા ને સંબોધન કરશે
5 વાગે નવસારી થી સુરત એરપોર્ટ જવા રવાના
સુરત થી દિલ્હી જશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ ત્રણ પરિબળો ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ અને આપના ઉમેદવારોનો ખેલ બગાડી શકે