ગુજરાતની પાટીદાર પ્રભુત્વ ધરાવતી મોરબી વિધાનસભા બેઠક ભાજપનો ગઢ ગણાય છે. પરંતુ રાજકીય સૂત્રો કહે છે કે આ વખતના ચૂંટણી સમીકરણો કેટલાક કારણોસર બદલાઈ શકે છે, જેમાં તાજેતરની પુલ દુર્ઘટના પણ સામેલ છે. આ અકસ્માતમાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
આ દુર્ઘટનાની રાજકીય અસરો વિશે વિષ્લેષકોનુ માનવું છે કે આ દુર્ઘટનાની ચોક્કસપણે ગુજરાતમાં સત્તાધારી ભાજપને નકારાત્મક અસર ભોગવવી પડશે. ગુજરાતની જનતા જેમણે સ્વજનો ગુમાવ્યા, જે પરિવારોએ મોભી-બાળકો ગુમાવ્યાં, જે બાળકોએ માતાપિતાની છત્રછાયા ગુમાવી, તેમનું દુ:ખ સરળતાથી નહીં ભૂલે, લોકો તેમના દુ:ખને સીધા સરકારની બેદરકારી અને ગેરવહીવટ સાથે જોડીને જુએ છે
રાજકીય નિષ્ણાતોએ જણાવ્યું છે કે ચૂંટણી મેદાનમાં અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP)ની દસ્તક મોરબીમાં છે જ્યા આપ કે કોંગ્રેસનો વિજય થઈ શકે છે. જ્યાં છેલ્લા ત્રણ વખત ચૂંટણીમાં જીતનો માર્જિન નાનો રહ્યો છે.જાડેજા શાસકોની દીર્ઘદ્રષ્ટિને કારણે તત્કાલિન મોરબી રજવાડું હતું અને આઝાદી પહેલા સૌરાષ્ટ્ર વિસ્તારનું પેરિસ કહેવાતું હતું. આજે આ પ્રદેશ સિરામિક અને ઘડિયાળના ઉદ્યોગો માટે પ્રખ્યાત છે. જે દેશભરમાંથી આવતા પાંચ લાખથી વધુ લોકોને રોજગારી પણ આપે કરે છે. જોકે સ્થાનિકોનો દાવો છે કે ખરાબ રસ્તાઓ અને ટ્રાફિક જામની સમસ્યા જેવા પ્રશ્નોને કારણે મોરબીમાં આર્થિક વિકાસ રુંધાયો હોય તેવું કહેવાય છે.
વર્તમાનમાં મોરબી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે. મોરબી વિધાનસભા બેઠકમાં કચ્છ લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. જેનું નેનૃત્વ ભાજપના સાંસદ વિનોદ ચાવડા કરે છે.મોરબીમાં લગભગ 2.90 લાખ મતદારો છે. જેમાં 80 હજાર પાટીદાર, 35 હજાર મુસ્લિમ, 30 હજાર દલિત, 30 હજાર સથવારા સમાજના (અન્ય પછાત વર્ગ (ઓબીસી) કેટેગરીના), 12 હજાર આહીરો (ઓબીસી) અને 20 હજાર ઠાકોર સહિત આશરે 2.90 લાખ મતદારો છે. રાજકીય વિશ્લેષક અને સ્થાનિક ઉદ્યોગપતિ માનવા પ્રમાણે મતે પાટીદાર મતદારો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સમાન રીતે વહેંચાયેલા છે. જોકે, સત્તાધારી પક્ષને સાથે કોળી અને દલિત સમુદાયના મોટાભાગના લોકોનો ટેકો છે. તેમણે કહ્યું કે મુસ્લિમો પરંપરાગત રીતે કોંગ્રેસની સાથે છે પરંતુ AAP કોંગ્રેસની વોટબેંકને નુકસાન પહોંચાડી શકે છે.
મંત્રી તરીકે મેરજાની કામગીરી સારી હતી અને ભાજપ નેતૃત્વ દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી હતી પરંતુ જનતામાં અમૃતિયાની લોકપ્રિયતા ઘણી વધારે છે. જોકે, મેરજા અને અમૃતિયાને ટિકિટ મળવાની શક્યતા અનુક્રમે 70 ટકા અને 30 ટકા છે. તેમણે કહ્યું કે, આ વખતે AAPને લગભગ 20 ટકા મુસ્લિમ મત મળવાની આશા છે.મોરબીમાં છેલ્લા દાયકામાં કેટલીક રસપ્રદ રાજકીય ઘટનાઓ જોવા મળી છે, જેમાં હાર્દિક પટેલના નેતૃત્વમાં પાટીદાર અનામત આંદોલન કારણે પાંચ વખત જીતેલા ભાજપના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની હાર થઈ હતી. કાનાભાઈ તરીકે જાણીતા કાંતિલાલ અમૃતિયા 1995, 1998, 2002, 2007 અને 2012માં મોરબી વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. 2017માં પાટીદાર અનામત આંદોલનના મુખ્ય કેન્દ્રોમાંના એક, મોરબીમાં ભાજપ વિરોધી લહેરમાં કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ કાનાભાઈ 3,419 મતોના સામાન્ય માર્જિનથી હરાવ્યા હતા. 2012માં કાનાભાઈએ મેરજાને 2,760 વોટથી હરાવ્યા હતા. આ બંને પાટીદાર સમાજના જ છે.