દિવાળીને લઈને લોકો પોતાના ઘરની સફાઈ કરવામાં લાગી ગયા છે. સૌનો ઉદ્દેશ્ય હોય છે કે દિવાળીમાં તેમના ઘરના ખૂણા ખૂણા સ્વચ્છ દેખાય. કદાચ તમારા મનમાં પણ
આ પ્રશ્ન ઉઠી રહ્યો હશે કે આવા લોકો શુ કરે છે.
હિન્દુ માન્યતા મુજબ દિવાળીમાં માતા લક્ષ્મી તેમના જ ઘરમાં આવે છે જેમના ઘરના ખૂણા ખૂણા સ્વચ્છ હોય છે. આ ઉપરાંત એવુ પણ માનવામાં આવે છે કે દિવાળીની રાત્રે જે ઘર રોશનીથી ચમકે છે. માતા લક્ષ્મીનુ આગમન એ જ ઘરમાં થાય છે. પણ માતા લક્ષ્મી તમારા ઘરમાં આગમન થયુ છે કે નહી તેનો પણ સંકેત જ્યોતિષ શાસ્ત્રમાં બતાવાયુ છે. જ્યોતિષ શાસ્ત્રમાં આવા 4 સંકેતોનો ઉલ્લેખ છે જેમા જાણ થાય છે કે ઘરમાં માતાનુ આગમન થયુ છે કે નહી.. દિવાળીની રાતે કયા 4 સંકેત છે જે બતાવે છે કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનુ આગમન થયુ છે કે નહી.. તમે પણ જાણવા ઉત્સુક હશો. તો જાણીએ દિવાળીની રાત્રે એવા ક્યા 4 સંકેત છે જેનુ દેખાવવુ મતલબ લક્ષ્મીનુ આગમન છે.
ઘુવડ - દિવાળીની રાત્રે ઘુવડ દેખાવવુ ખૂબ જ શુભ માનવામાં આવે છે. દિવાળીની રાત્રે માતા લક્ષ્મીનુ વાહન ઘુવડ ક્યાય પણ દેખાય તો સમજી જાય તો માતા લક્ષ્મીની
તમારા પર વિશેષ કૃપા છે. તમે એવુ સમજી શકો છો કે આવનારા દિવસોમાં ધનવર્ષા થવાની છે. સંયોગથી જ ઘુવડનુ દેખાવવુ શુભ માનવામાં આવે છે.
ઉંદર - દિવાળીની રાત્રે જો ઘરમાં ક્યાય પણ ઉંદર દેખાય તો સમજો કે માતા લક્ષ્મીના રૂપમાં આવ્યો છે. જે તમને અને તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વરસાવવા આવ્યો છે. આ ઉપરાંત આવનારા સમયમાં ધનની સમસ્યા મોટેભાગે દૂર થઈ શકે છે.
છછૂંદર - દિવાળીની રાત્રે છછુંદરનુ દેખાવવુ માત્ર સંયોગ જ નથી. આ રાત્રે જો છછૂંદર દેખાય જાય તો આ પણ ભાગ્યના ઉદયનો સંકેત છે..
ગરોળી - દિવાળીની રાત્રે ગરોળીનું દેખાવવુ પણ શુભ સંકેત છે.. એવુ માનવામાં આવે છેકે ગરોળી ઘરમાં આવે તો દિવાળીના દિવસે આ 4 સંકેત બતાવે છે કે ઘરમાં લક્ષ્મી આવી છે.