રાજકોટના વિંછીયા તાલુકાના દલડી ગામની 44 દિવસથી ગુમ થયેલી પરિણીતાનું હાડપિંજર ચોટીલા તાલુકાના ઢોકળવા ગામની સીમમાંથી મળતાં આ લોકોક્તિ સાચી ઠરી છે. પત્નીને એઇડ્સ થતાં પતિ સાળીના પ્રેમમાં પડી ગયો હતો અને નડતરરૂપ પત્નીનો કાંટો કાઢવા માટે ચાર્જરના વાયરથી ટૂંપો દઈ હત્યા કરી નાખી હતી.ઢોકળવાની સીમમાં મૃતદેહ દાટીને પત્ની ગુમ થયાની પોલીસને જાણ કરી હતી. પોલીસે કેસમાં ગંભીરતાથી કામ ન કરતાં પરિણીતાના પરિવારજનો ધરણાં પર બેઠા હતા. આથી, પોલીસે આકરી પૂછપરછ કરતાં પતિએ હત્યા કબૂલી હતી. આ સમગ્ર હત્યાકાંડની સનસનાટીભરી હકીકત એવી છે કે વિંછીયા તાલુકાના દલડી ગામની પરિણીતા રંજનબહેન રાજેશભાઈ ઓળકિયા ઘણા સમય થઈ ગૂમ થયાં હતાં.આ અંગે વીંછિયા પોલીસમાં તેના પતિએ જ જાહેરાત કરી હતી, પરંતુ વીંછિયા પોલીસને મહિલાની ભાળ ન મળતાં 2 દિવસ પહેલાં સામાજિક આગેવાનો અને યુવતિના પરિવારજનો પોલીસની ઢીલી કામગીરી સામે ધરણાં પર ઊતર્યા હતા. આથી વીંછિયા પોલીસે તેના પતિની ઊલટતપાસ કરતાં તે ભાંગી પડ્યો હતો. અને પોતે જ હત્યા કરીને લાશ ચોટીલાના ઢોકળવાની સીમમાં ગુનો છુપાવવાના ઇરાદે કોતરોમાં દાટી દીધી હોવાનું કબૂલતાં ચકચારી હત્યા બહાર આવી હતી.વીંછિયા પોલીસના પીએસઆઇ વાય. એસ. ચુૂડાસમા, દેવેન્દ્રભાઈ અને જગદીશભાઈ સહિતની પોલીસ ટીમ હત્યારા પતિને લઈને ઢોકળવાના વીડમાં આવી હતી. જ્યાં પત્નીની દાટેલી લાશ બહાર કાઢતાં કંકાલ મળી આવ્યું હતું. કંકાલને ફોરેન્સિક લેબ માટે રાજકોટ મોકલી આપવામાં આવ્યું છે. ગુનો ચોટીલાની હદમાં બન્યો હોઈ, ચોટીલા પોલીસ મથકે પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરીને પોલીસે પતિની ધરપકડ કરી હતી.મારી દીકરી ગુમ છે એની જાણ કરવા છતાં વીંછિયા પોલીસે કોઈ પગલાં ન ભરતાં અમારે નાછૂટકે ધરણાં પર ઊતરવું પડ્યું હતું. પછી પોલીસે તેના પતિને શંકાના દાયરામાં લીધો અને મારી દીકરીની લાશ મળી હતી.
ગરીબ માણસોની ફરિયાદ પ્રત્યે બેદરકારી દાખવનારા સામે કડક પગલાં લેવાય અને આરોપીને સજા થાય એવી માગણી મૃતકની માતાએ કરી છે.રાજેશની સાળી ઇન્દુની સગાઈ હતી, એના આગલા દિવસે પત્ની સાથે છાસિયા જવા બાઇક પર નીકળ્યો હતો. અને નક્કી કરેલી વીડી રસ્તાનું સ્થળ આવતાં વિસામો લેવાનું કહી કોતર નજીક રોકાયાં હતાં. ત્યાં જ મોબાઇલના ચાર્જરના વાયરથી ટૂંપો દઈ હત્યાને અંજામ આપી લાશને દાટી દીધી અને ગુમ થયાની વાત ઊપજાવી કાઢી હતી. પતિએ આડખીલી રૂપ પત્નીની ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી. પોતાના પર કોઈને શંકા ન જાય એ માટે અને પોલીસનું તથા સગાંસંબંધીનું ધ્યાન અન્ય જગ્યાએ દોરવા માટે પતિએ જ પોલીસને જાણી કરી હતી કે તેની પત્ની ગુમ થઈ ગઈ છે.