Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

બાળકોનાં રમકડાંમાં નશાનો સામાનઃ 3 કરોડથી વધુનો હાઇબ્રિડ ગાંજો અને લિક્વિડ ડ્રગ્સ મળ્યુ

drugs in toys
અમદાવાદ , શનિવાર, 22 જૂન 2024 (15:37 IST)
drugs in toys
શહેરની ફોરેન પોસ્ટ ઓફિસમાં અમેરિકાથી આવેલા પાર્સલમાંથી 3.50 કરોડનો હાઈબ્રિડ ગાંજો અને લિક્વિડ ડ્રગ્સ મળી આવ્યું છે. 58 પાર્સલ કેનેડા અને અમેરિકાથી આવ્યાં હતાં. જેમાં ડાઈપર અને સાડીઓ સાથે નશાનો સામાન નીકળ્યો હતો. અમેરિકાથી અમદાવાદ આવેલા 3.30 કરોડના કુરિયરમાં હાઇબ્રીડ ગાંજો અને લિક્વિડ ડ્રગ્સ હતું. આ વાતની જાણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને થતાં જ તે પાર્સલને ઝડપી લીધું હતું.આ ડ્રગ્સ પકડાયા બાદ આ વખતે પણ કોઈ રિસીવર મળી આવ્યું નથી. 
 
હવે એરપોર્ટ પર નશાના સામાનની હેરાફેરીમાંથી બાકાત નથી
આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ આવા ઓપરેશન ચાલી રહ્યા છે અને કરોડોની કિંમતનો ગાંજો મળી આવે છે. આ વખતે પણ રિસીવર સામે આવ્યો નથી. 14 દિવસ પહેલા મહિલા 7 લાખથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપાઈ હતી. આ એમડી ડ્રગ્સ સપ્લાય માટે મહિલાનો ઉપયોગ કરવામાં આવે જેનાથી પોલીસ પકડથી આ નેટવર્ક દૂર રાખી શકાય. અમદાવાદ શહેરના ઝોન 2 ડીસીપી સ્ક્વોડ આ રેકેટને શોધવા પ્રયાસ શરૂ કર્યા છે. અમદાવાદનું ઈન્ટરનેશનલ એરપોર્ટ હવે ફક્ત સોનાની દાણચોરી માટે જ નહી પરંતુ, ડ્રગ્સની હેરફેર માટે પણ એપી સેન્ટર બની રહ્યું હોય એવું લાગી રહ્યું છે. 
 
થોડા સમય પહેલા ફિલિપાઈન્સની મહિલા ઝડપાઈ હતી
એરપોર્ટ પરથી નાર્કોટિક્ટસ કંટ્રોલ બ્યુરોએ 9 દિવસ પહેલા એક ફિલીપાઇન્સ મહિલાની 2.121 કિલો હેરોઇન સાથે ધરપકડ કરી હતી. આ ડ્રગ્સ કોના માટે લાવી હતી અને તે કોને પહોંચાડવાનું હતું તે અંગેની તપાસ NCBની ટીમ કામે લાગી હતી. ફિલીપાઇન્સથી જીનાલીન પડિવાન લિમોન નામની મહિલા સ્કૂલ બેગમાં 2.121 કિલો ડ્રગ્સ લઇને એરપોર્ટ પરથી સલામત રીતે બહાર નીકળવામાં સફળ રહી હતો. NCBની ટીમને પાક્કી બાતમી હતી કે, જીનાલીન હેરોઇન સાથે આવી રહી છે એટલે એરપોર્ટથી બહાર નીકળતા જ તેની ધરપકડ કરી લીધી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં 24 કલાકમાં 30 તાલુકામાં વરસાદ પડ્યો, હજી અમદાવાદ કોરૂ ધાકોર