મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં શનિવારે સવારે એક જ પરિવારની ત્રણ મહિલાઓ અને એક બાળકીના કુવામાંથી મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે આ માહિતી આપી હતી. ભોપાલમાં એક અધિકારીએ જણાવ્યું કે મૃતક બહેનોમાંથી બે કૂવાની અંદર દોરડા વડે લટકતી જોવા મળી હતી અને આ દોરડું નજીકના લાકડાના થાંભલા સાથે બાંધેલું હતું. તેમણે કહ્યું કે છોકરીઓની એક બહેન અને માતાના મૃતદેહ પાણીમાં તરતા જોવા મળ્યા હતા.
તેમણે જણાવ્યું કે આ ઘટના દેવરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની એક જગ્યાએ બની હતી. એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (ASP) લોકેશ સિન્હાએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે જમ્યા બાદ પરિવારના તમામ સભ્યો સૂઈ ગયા હતા. જ્યારે મૃતક મહિલા પૈકી એકનો પતિ જાગી ગયો ત્યારે તે તેને તેની પત્ની ત્યા જોવા મળી નહોતી
તેમણે કહ્યું કે જ્યારે વ્યક્તિએ તેની પત્નીની શોધ કરી તો તેને કૂવાની અંદર દોરડા વડે લટકતી જોવા મળી. સિંહાએ કહ્યું કે કુલ 3 મહિલા અને 1 બાળકી મૃત હાલતમાં મળી આવી હતી અને તેમના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ મામલાની તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે.
સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી રિસ્પોન્સ ફોર્સ (SDERF)ના એક અધિકારીએ જણાવ્યું કે સવારે લગભગ 7.30 વાગ્યે કૂવામાં મૃતદેહો હોવાની માહિતી મળી હતી. તેમણે કહ્યું કે ઘટનાસ્થળે પહોંચેલી SDERF ટીમને દોરડાથી લટકતી બે મૃતદેહ મળ્યા જ્યારે અન્ય એક મહિલાનો મૃતદેહ કૂવામાં નીચે ઉતારેલો જોવા મળ્યો હતો.
તેમણે કહ્યું કે 6 વર્ષની બાળકીનો મૃતદેહ પણ પાણીમાં તરતો જોવા મળ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં બે બહેનો, તેમાંથી એકની પુત્રી અને તેમની (બહેનોની) માતાનું મૃત્યુ થયું છે. તેણે કહ્યું કે બંને મહિલાઓએ બે ભાઈઓ સાથે લગ્ન કર્યા હતા.