ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી જ્યારથી ટી20 વર્લ્ડકપ પછી ટી-20 ટીમની કપ્તાની છોડવાનુ એલાન કર્યુ છે, ત્યારથી તેમની સાથે કશુ ઠીક નથી થઈ રહ્યુ. મીડિયા રિપોર્ટ્સના મુજબ તેમના વ્યવ્હારથી પરેશાન થઈને એક સીનિયર ખેલાડીએ તેમની ફરિયાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ જય શાહને કરી છે. એવુ બતાવાય રહ્યુ છે કે ન્યુઝીલેંડના વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ હાર્યા પછી તેમણે જે નિવેદન આપ્યુ તેનાથી અનેક ખેલાડીઓ નારાજ થઈ ગયા હતા.
ન્યૂઝીલેન્ડ સામે ડબલ્યુટીસી ફાઇનલમાં હાર બાદ મીડિયા સાથે વાતચીત કરતા વિરાટે કહ્યું હતું કે ભારતીય ખેલાડીઓમાં ફાઇનલ મેચ જીતવાના જુસ્સા અને ઇરાદાનો અભાવ હતો. ટીમના કેટલાક ખેલાડીઓએ તેમના આ નિવેદનથી નારાજગી વ્યક્ત કરી હતી. જ્યારનાદ તેમણે જય શાહ સાથે આ અંગે વાત કરી. 'ધ ટેલિગ્રાફ'ના રિપોર્ટ મુજબ,' કોહલી હવે ટીમ પરથી નિયંત્રણ ગુમાવી રહ્યો છે. તેણે પોતાનો આદર ગુમાવ્યો છે અને કેટલાક ખેલાડીઓ તેના વ્યવ્હારને બિલકુલ પસંદ કરતા રહ્યા નથી. તે હવે પ્રેરણાદાયી કેપ્ટન નથી અને હવે તે ખેલાડીઓનું સન્માન મેળવી રહ્યા નથી. જ્યારે તેમની સાથે ડીલિંગ કરવાની વાત આવે ત્યારે તેઓ હદ પાર કરે છે
આ સિવાય આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આજકાલ તેમની બેટિંગ ચાલી ન રહી હોવાથી તેઓ કોચ સાથે પણ બાથડી પડ્યા હતા. એ સમયે 'કોચ તેમને બેટિંગ ટિપ્સ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ વિરાટે અહી તેમને સામે જવાબ આપી દીધો કે તમે મને કન્ફ્યુઝ ન કરશો. હાલ તેઓ ટીમને યોગ્ય રીતે સાચવી શકી રહ્યા નથી જે તેમના વ્યવ્હાર પરથી સ્પષ્ટ દેખાય છે.
ઉલ્લેખનીય છે કે કોહલી હાલ યુએઈમાં છે અને આઈપીએલ 2021 ની બાકીની મેચ રમી રહ્યા છે. તેમણે રવિવારે જાહેરાત કરી હતી કે તેઓ IPL 2021 પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ છોડી દેશે. વિરાટે બેંગ્લોર દ્વારા પોતાના ટ્વિટર પર શેર કરેલા વીડિયોમાં આ જાહેરાત કરી હતી. કોહલીની કેપ્ટનશીપમાં RCB ટીમ છેલ્લા 8 વર્ષમાં એક વખત પણ IPL ખિતાબ જીતી શકી નથી.