Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મોહમ્મદ સિરાજ નસ્લીય ટિપ્પણી અને પિતાના મોતનુ દુ:ખ, છતા પોતાના બોલિંગથી દર્શકોનુ જીત્યુ દિલ

મોહમ્મદ સિરાજ  નસ્લીય ટિપ્પણી અને પિતાના મોતનુ દુ:ખ, છતા પોતાના બોલિંગથી દર્શકોનુ જીત્યુ દિલ
, મંગળવાર, 19 જાન્યુઆરી 2021 (15:10 IST)
ટીમ ઈંડિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સતત ત્રીજીવાર પોતાને નામે કરી  લીધી છે.  બ્રિસ્બેનમાં રમાયેલ ચોથી ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3 વિકેટથી ધૂળ ચટાવતા ટેસ્ટ શ્રેણી 2-1થી જીતી લીધી છે. આ જીતના હીરો ઋષભ પંતથી લઈને શુભમન ગિલ  રહ્યા પણ સૌથી વધુ ચર્ચા મોહમ્મદ સિરાજની છે. 
 
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પછી સૌથી વધુ દર્શકોનો ટારગેટ  મોહમ્મદ સિરાજ જ રહ્યા. સિડની ટેસ્ટ દરમિયાન મોહમ્મદ સિરાજ પર દર્શકોએ નસ્લીય ટિપ્પણી કરી હતી. ત્યારબાદ બ્રિસ્બેનમાં પણ આ પ્રક્રિયા ચાલુ રહી.  ઓસ્ટ્રેલિયા દર્શકોએ સિરાજનો હોસલો તોડવાનો પ્રયાસ કર્યો, પણ સિરાજના કમાલથી ઓસ્ટ્રેલિયાને તેની જ જમીન પર હાર મળી ગઈ. 
 
બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાની ટીમ બેટિંગ કરવા આવી તો તેનો સૌથી મોટુ લક્ષ્ય ટીમ ઈંડિયા સામે મોટુ ટારગેટ મુકવાનુ હતુ પણ કાંગારૂઓના આ  સપનાને સિરાજે તોડી નાખ્યુ.  મોહમ્મદ સિરાજે બીજા દાવમાં કુલ 73 રન આપીને 5 વિકેટ લીધી અને પોતાની પ્રથ મ વિકેટ હોલ લીધી. આ ઉપરાંત શાર્દિલ ઠાકુરે પણ ચાર વિકેટ લઈને કંગારૂ ટીમની કમર તોડી નાખી. 
 
આ પહેલા દાવમાં મોહમ્મદ સિરાજને ફક્ત એક પણ મહત્વપૂર્ણ વિકેટ મળી હતી. 
 
મોહમ્મદ સિરાજનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ ખૂબ ઉતાર ચઢાવ ભર્યો રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં ક્વારનટીન્ન રહેવા દરમિયાન તેમના પિતાનુ  નિધન થઈ ગયુ. તે પોતાના પિતાને માટી પણ નહોતા આપી શક્યા. બીસીસીઆઈએ સિરાજને વતન પરત ફરવાની મંજુરી આપી પણ સિરાજ પોતાના પિતાના સપનાને પૂરા કરવા માટે ઘરે પરત ફરવાની ના પાડી દીધી. 
 
હવે ઓસ્ટ્રેલિયા પર જીત પછી મોહમ્મદ સિરાજની મહેનત અને જજ્બાને દરેક કોઈ સલામ કરી રહ્યુ છે. પિતાના મોતથી લઈને દર્શકોની ગાળો સુધી... મોહમ્મદ સિરાજના જોશને ન રોકી શક્યા અને આજે આખો દેશ સિરાજ માટે તાળીઓ વગાડી રહ્યુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પંતનો દમ-પુજારાની દિવાલ, બ્રિસ્બેનની ઐતિહાસિક જીતના 5 ટર્નિંગ પોઈંટ