Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

India vs Australia - વિરાટ એંડ કંપનીએ 71 વર્ષ પછી રચ્યો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયા ધરતી પર શ્રેણી જીતનારી પ્રથમ એશિયાઈ ટીમ

India vs Australia -  વિરાટ એંડ કંપનીએ 71 વર્ષ પછી રચ્યો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયા ધરતી પર શ્રેણી જીતનારી પ્રથમ એશિયાઈ ટીમ
, સોમવાર, 7 જાન્યુઆરી 2019 (10:28 IST)
ભારત અને ઓસ્ટ્રેલિયા  (India vs Australia)  વચ્ચે ચાલી રહેલ ચોથી અને અંતિમ ટેસ્ટ મેચના પાંચમા દિવસે સોમવારે (7 જાન્યુઆરી) ના રોજ વરસાદને કારણે ધોવાઈ ગઈ અને અધિકરીઓએ તેને રદ્દ કરવાની જાહેરાત કરી  આવામાં ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચની શ્રેણી 201 થી પોતાને નમ કરી છે. આ જીત સાથે જ વિરાટ કોહલીની કપ્તાની વાળી ટીમ ઈંડિયાએ 71 વર્ષ પછી નવો ઈતિહાસ રચ્યો છે.  ભારતીય ટીમ 70 વર્ષ પછી ઓસ્ટ્રેલિયામાં તેમના વિરુદ્ધ સીરિઝમાં જીત મેળવી છે.  આ સાથ્ર જ ટીમ ઈંડિયા એવી પહેલી એશિયાઈ ટીમ બની ગઈ છે જેણે ઓસ્ટ્રેલિયા ધરતી પર ટેસ્ટ સીરિઝ જીતી છે. 
webdunia
સિડની ટેસ્ટમાં 193 રન બનાવવા ચેતેશ્વર પુજારાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો, જ્યારે મેન ઓફ ધ સીરીઝનો એવોર્ડ પણ તેને જ મળ્યો હતો. પુજારાએ ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં કુલ 521 રન ફટકાર્યા હતા.
webdunia
સીરીઝની શરૂઆત 6 ડિસેમ્બરે એડિલેન્ડમાં થયો હતો. અહી ટીમ ઈન્ડિયાએ મેજબાન ટીમને 31 રનથી માત આપા. સીરીઝની બીજી ટેસ્ટ પર્થમાં રમવામાં આવશે. જ્યાં કાંગારૂ ટીમે સીરીઝ 1-1થી બરાબરી કરી હતી. પર્થ ટેસ્ટમાં ભારતને 146 રનથી હાર મળી.  મેલબર્નમાં બોક્સિંડ ડે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ એક વાર ફરી ઓસ્ટ્રેલિયાને 137 રનથી હરાવીને સીરીઝમાં એક વાર ફરી સરસાઈ મેળવી હતી. આ પહેલો મોકો છે જેમાં ભારતે ઓસ્ટ્રેલિયામાં કોઈ બોક્સિંડ ડે ટેસ્ટ પોતાના નામે કર્યો હોય. 2-1ની સરસાઈના કારણે ભારતે કાંગારૂલેન્ડમાં પહેલીવાર સીરીઝમાં પોતાના નામે કરવાના ઈરાદે સિડની પહોંચ્યુ અહી ટીમ ઈન્ડીયાએ આ મેચને જીતવા કોઈ કસર બાકી નથી રાખી.

લ્લેખનીય છે કે, ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં પહેલી ટેસ્ટ સીરીઝ વર્ષ 1947માં આઝાદી બાદ લાલા અમરનાથની કેપ્ટનશીપમાં રમી હતી, તે પ્રવાસમાં ભારતે કાંગારુ ટીમને 5 મેચોની ટેસ્ટ સીરીઝમાં 4-0થી માત આપી હતી. જેને આજે 72 વર્ષનો સમય થઇ ગયો છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

INdvsAus ભારત ઑસ્ટ્રેલિયા સિડની ટેસ્ટનો ચોથો દિવસ