Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ભારત-ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન અદાણી વિરૂદ્ધ બેનર બતાવ્યા

ભારત-ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન અદાણી વિરૂદ્ધ બેનર બતાવ્યા
, શુક્રવાર, 27 નવેમ્બર 2020 (12:32 IST)
સિડની ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે વનડે મેચ રમાઇ રહી છે. આ દરમિયાન વિચિત્ર ઘટના સામે આવ્યા છે. મેચ દરમિયાન ગુજરાતના મોટા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના વિરોધથી હડકંપ મચી ગયો છે. અદાણીનો વિરોધના લીધે મેચમાં વિધ્ન ઉભું થયું. 
 
જોકે મેચ દરમિયાન એક વ્યક્તિએ મેદાનમાં ઘૂસીને અદાણી ગ્રુપનો વિરોધ વ્યક્ત કર્યો. આ સાથે જ હાથમાં એક પ્લે-કાર્ડ હતું, જેના પર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અદાણી ગ્રુપના એક બિલિયન (લગભગ 7389 કરોડ રૂપિયા)ની લોન ન આપે. 
 
કોરોના વચ્ચે 50% ક્રિકેટ ફેન્સને પહેલીવાર સ્ટેડિયમમાં મેચ જોવાની અનુમતી મળી. તમામ ટિકિટ્સ અડધા દિવસમાં વેચાઇ ગઇ હતી. મેચ જોવાની ખુશી ફેન્સના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી હતી. સ્ટેડિયમની બહાર ફેન્સ ઉજવણી કરતાં પણ જોવા મળ્યા. 
 
ઓસ્ટ્રેલિયાઇ ટીમે વંશવાદ વિરૂદ્ધ અને એબઓરિજનલ કલ્ચર પ્રત્યે સમર્થન બતાવવા માટે બેયરફૂટ સર્કલ એટલે કે ઉઘાડા પગે એક સર્કલ બનાવ્યું. ટીમ ઇન્ડીયાએ પણ તેનો સાથ આપ્યો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખેડૂત આંદોલન: નવ સ્ટેડિયમને અસ્થાયી જેલ બનાવવાની તૈયારીઓ, ઘણા મેટ્રો સ્ટેશનના દરવાજા બંધ કરાયા હતા