Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

IND vs SL: ભારતીય ટીમમાં ચુપચાપ રીતે થયો મોટો ફેરફાર, ખેલાડીઓની વાયરલ તસવીરે ખોલ્યું રહસ્ય

Yuzvendra Chahal
, મંગળવાર, 3 જાન્યુઆરી 2023 (08:56 IST)
Team India Sponsor: ભારત અને શ્રીલંકા વચ્ચે મંગળવારથી શરૂ થઈ રહેલી ટી-20 શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર થયો છે. હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી ભારતીય ટીમ વાનખેડે ખાતે વર્ષની તેની પ્રથમ મેચ રમવાની છે, પરંતુ તે પહેલા તેની જર્સી જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. યુઝવેન્દ્ર ચહલ સહિત અન્ય ઘણા ભારતીય ખેલાડીઓ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં અચાનક કિટના પ્રાયોજકનું નામ બદલાયેલું જોવા મળ્યું અને એમપીએલના બદલે કિલર જીન્સનો લોગો જોવા મળ્યો.
ઉલ્લેખનીય છે કે 3 જાન્યુઆરીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામેની પ્રથમ T20 મેચની પૂર્વસંધ્યાએ, ભારતીય સ્પિનર ​​ચહલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ગ્રુપ તસવીર શેર કરી હતી. તેની આ તસવીરમાં ઉમરાન મલિક, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ અને નવોદિત મુકેશ કુમાર પણ જોવા મળે છે. ચહલે પોતાના ફોટોના કેપ્શનમાં લખ્યું, ફેન્ટાસ્ટિક ફાઈવ, ટી20 સીરીઝ માટે તૈયાર. પરંતુ થોડી જ વારમાં ખેલાડીઓ કરતાં જર્સીની વધુ ચર્ચા થઈ અને ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.
 
શું છે આખો  મામલો?
ચહલ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં ટીમ ઈન્ડિયાની જર્સીમાં ફેરફાર રૂપે નવી કિટ સ્પોન્સર કિલર જીન્સનું નામ દેખાય રહ્યું છે, જ્યારે કે ગયા વર્ષની બાંગ્લાદેશ સિરીજ સુધી અહી એમપીએલ સ્પોર્ટ્સ દેખાતું હતું.  તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એમપીએલ સ્પોર્ટ્સે તેનો કોન્ટ્રાક્ટ KILLER (Kewal Kiran Clothing Limit)ને આપ્યો છે. જ્યારે બીસીસીઆઈ તરફથી આ અંગે સત્તાવાર જાહેરાત આવવાની બાકી છે.
 
એમપીએલે કેમ છોડયો સાથ ?  
ગયા વર્ષે ડિસેમ્બરમાં, બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં સ્પોન્સર વિશે ચર્ચા થઈ હતી, જેમાં સમાચાર એજન્સી પીટીઆઈએ ખુલાસો કર્યો હતો કે બીસીસીઆઈને 2 ડિસેમ્બર, 2022ના રોજ MPL સ્પોર્ટ્સ તરફથી એક ઈમેલ મળ્યો હતો, જેમાં 1 ડિસેમ્બર, 2023 થી 31 ડિસેમ્બર, 2023 સુધી કિરણ ક્લોથિંગ લિમિટેડ (એક ફેશન બ્રાન્ડ)ને તેનો કોન્ટ્રાક્ટ (ટીમ અને મર્ચેન્ડાઈઝ) સંપૂર્ણ રીતે આપવાની માંગ કરવામાં આવી હતી.  નોંધમાં બીસીસીઆઈનાં હવાલાથી કહેવામાં આવ્યું છે કે, "અમે MPL સ્પોર્ટ્સને 31 માર્ચ, 2023 સુધી એસોસિએશન ચાલુ રાખવા અથવા જમણી છાતી પર માત્ર 'લોગો' ધરાવતા આંશિક કરાર કરવા માટે કહ્યું છે પરંતુ કિટ બનાવવાના કરારને નહીં." .
 
T20I માટે ભારતીય ટીમ:
હાર્દિક પંડ્યા (c), ઈશાન કિશન (wk), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (vc), દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક , શિવમ માવી , મુકેશ કુમાર.
 
વનડે માટે ભારતીય ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ. મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેને જગદીશ ઠાકોરની હાજરીમાં ભાજપની સ્ટ્રેટેજી વખાણી