રૂસની કોરોના વૈક્સીન સ્પૂતનિક વી ની કિમંતનો ખુલાસો થઈ ગયો છે. ભારતમાં તેની માર્કેટિંગવાળી કંપની ડો. રેડ્ડીના મુજબ, સ્પૂતનિક વી ની એક ડોઝ લગભગ 1000 રૂપિયામાં મળશે. મતલબ જો તમે પ્રાઈવેટમાં સ્પૂતનિક વૈક્સીન લગાવો છો તો તમારે બે ડોઝ માટે લગભગ 2000 રૂપિયા (એડમિનિસ્ટ્રેશન ચાર્જ અલગ) ખર્ચ કરવા પડશે.
ડો રેડ્ડીએ આજે એક નિવેદન રજુ કરી છ એકે સ્પૂતનિક વી ની દરેક ડોઝની કિમંત 948 રૂપિયા રહેશે અને તેના પર જુદા 5% જીએસટી આપવી પડશે. 948 રૂપિયાના 5% જીએસટી 47.40 રૂપિયા થાય છે. આ રીતે બંનેને મળીને એક ડોઝ સ્પૂતનિક વી ની કુલ કિમંત 995.40 રૂપિયા રહેશે.
જો કે ડો. રેડ્ડીનુ કહેવુ છે કે જ્યારે તે પોતે પોતાની ફેક્ટરઈઓમં આ વેક્સીન બનાવવા લાગશે તો કિમંત ઘટી શકે છે. ઉલ્લેખનીય છે કે હાલ આ વેક્સીનનુ ઉત્પાદન રૂસમાં જ થઈ રહ્યુ છે અને ત્યાથી 1 મે ના રોજ વૈક્સીનની પ્રથમ ડોઝ ભારત પહોંચી છે.
Sputnik V ની પ્રથમ ડોઝ લગાવાઈ
ભારતમાં સ્પૂનિક વી ની પ્રથમ ડોઝ લગાવી દેવામાં આવી છે. ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝમાં કસ્ટમ ફાર્મા સર્વિસિઝના ગ્લોબલ હેડ દીપક સાપરાને હૈદરાબાદમાં વેક્સીનની પ્રથમ ડોઝ આપવામાં આવી છે. તેણે 21 દિવસ પછી વૈક્સીનની બીજી ડોઝ આપવામાં આવશે.
ભારતમાં મળતી ત્રીજી વૈક્સીન છે સ્પૂતનિક વી
મેડિકલ જર્નલ ધ લૈસેંટમાં છપાયેલા ડેટા મુજબ આ વૈક્સીન કોવિડ-19 ના ગંભીર ઈંફેક્શનથી સંપૂર્ણ સુરક્ષા આપે છે. સ્પૂતનિક વી ડિવેલપર્સના મુજબ વૈક્સીનની એફેક્સી 91.6 ટકા છે. આ વેક્સીન 0.5 ml-0.5 ml ની બે ડોઝ લગાવાય છે. બંને ડોઝ વચ્ચે 21 દિવસની ગેપ રાખવામાં આવે છે. ભારતમા ઉપલબ્ધ થનારી આ ત્રીજી એંટી કોવિડ વેક્સીન રહેશે. આ પહેલા ભારત બાયોટેકની Covaxin અને ઓક્સફર્ડ-અસ્ત્રાજેનેકાની Covishield ને ઈમરજેંસી યુઝ અપ્રૂવલ આપી ચુકાયુ છે.