Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

શરીરના T-Cells પર હુમલો કરે છે કોરોના, મળી ગયો છે તેનો ઈલાજ

શરીરના T-Cells પર હુમલો કરે છે કોરોના, મળી ગયો છે તેનો ઈલાજ
, બુધવાર, 27 મે 2020 (09:31 IST)
કોરોનાનો કહેર રોકવામાં લાગેલા વૈજ્ઞાનિકોએ એક આશાનુ કિરણ દેખાય આવી છે. જાણવા મળ્યુ છે કે કોરોનાથી ગંભીર રીતે બીમાર લોકોમાં રોગપ્રતિકારક કોષો (રોગપ્રતિકારક કોશિકાઓ અથવા ટી-કોષો) ની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થાય છે. બ્રિટિશના વૈજ્ઞાનિક આનુ પરીક્ષણ કરી રહી છે કે જો ટી-સેલની સંખ્યા વધારવામાં આવે તો શુ લોકોનો જીવ બચાવી શકાય છે કે કેમ. આ ઉપાય અન્ય ઘણી બીમારીઓમાં ખૂબ અસરકારક રહ્યો છે.
 
શું છે ટી-સેલ 
 
નિષ્ણાતોના કહેવા મુજબ, જ્યારે પણ કોઈ પણ પ્રકારનો વાયરસ શરીર પર હુમલો કરે છે, ત્યારે આ ટી-સેલ્સ તેની સામે લડવાનું અને શરીરમાંથી રોગને બહાર કરવાનુ કામ કરે છે. તંદુરસ્ત વ્યક્તિના લોહીના માઇક્રોલીટરમાં સામાન્ય રીતે 2000 થી 4800 ટી-સેલ હોય છે. આને ટી-લિમ્ફોસાઇટ્સ પણ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ પરીક્ષણોમાં જોયુ છે કે કોરોનામાં દર્દીઓમાં તેની સંખ્યા 200 થી 1000 સુધી પહોંચી જાય છે. તેથી જ તેમની સ્થિતિ ગંભીર થઈ જાય છે. 
 
અહી થઈ રહ્યો છે પ્રયોગ 
 
ટી-સેલની ઘટતી સંખ્યાનો મતલબ છે કે માણસ કોઈને કોઈ ઇન્ફેક્શનથી ઘેરાયેલો  છે. અન્ય ઘણા  રોગોમાં, ડોકટરોએ તેની સંખ્યા વધારવા માટે ઇન્ટરલ્યુકિન 7 નામની દવાનો ઉપયોગ કર્યો છે, જે ખૂબ અસરકારક રહ્યો છે. હવે કિંગ્સ કોલેજ લંડનના ફ્રાન્સિસ ક્રિક ઇન્સ્ટિટ્યૂટ અને ગાએજ એન્ડ સેન્ટ થોમસ હોસ્પિટલના વૈજ્ઞાનિક કોરોના દર્દીઓ પર આ દવાના ક્લિનિકલ ટ્રાયલ કરી રહ્યા છે. 
 
સંકટ કેમ ? 
 
ડોકટરોએ શોધી કાઢ્યુ છે કે આઇસીયુમાં આવનારા 70% કોરોના પીડિતોમાં ટી-સેલની સંખ્યા 4000 થી ઘટીને 400 સુધી આવી ગઈ. બે રિસર્ચથી જાણ થઈ કે જેમની અંદર ટી-સેલની સંખ્યા વધુ જોવા મળી તેમની અંદર સંક્રમણ જોવા મળ્યુ નહી. 
 
મોટી ઉપલબ્ધિ રહેશે 
 
ક્રિક ઈંસ્ટીટ્યુટના પ્રોફેસર એડ્રિયન હેડેનુ કહેવુ છે કે કોરોના વાયરસ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ પર જુદી જ  રીતે હુમલો કરે છે. તે સીધા જ ટી-સેલનો નાશ કરવાનું શરૂ કરે છે. જો આપણે દર્દીઓમાં ટી-સેલની સંખ્યા વધારવામાં સક્ષમ થઈ ગયા તો આ એક આપણી મોટી ઉપલબ્ધિ રહેશે. 
ઉપેક્ષા કેમ 
 
કોલમ્બિયા યુનિવર્સિટીના વાઇરોલોજિસ્ટ, એન્જેલા રાસમુસેન કહે છે કે તે એકદમ ઉત્સાહજનક છે.  જોવા મળ્યું છે કે કોરોના દર્દીઓ જેમ જેમ સ્વસ્થ થતા જાય છે તેમ તેમ ટી-સેલની ખ્યામાં વધારો થાય છે. આ પરિણામથી વેક્સિન બનાવવામાં ઘણી મદદ મળી શકે છે. 
 
કેન્સરની સારવાર કરવામાં મદદગાર
 
ઇંગ્લેન્ડની કાર્ડિફ યુનિવર્સિટીના શોઘકર્તાઓએ શોધી જોયુ કે કિલર  ટી-સેલ કેન્સરની સારવાર કરવામાં ખૂબ અસરકારક છે. આ થેરેપીમાં પ્રતિરોધક કોશિકાઓને કાઢીને તેમા થોડો ફેરફાર કરીને દર્દીના લોહીમાં પરત નાખવામાં  આવે છે, જેથી આ પ્રતિરોધક કોષો કેન્સરના કોષોનો નાશ કરી શકે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લૉકડાઉન : પ્રવાસી મજૂરો મામલે સુપ્રીમ કોર્ટની કેન્દ્ર તથા રાજ્ય સરકારોને ફટકાર