ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 લાખ 40 હજારને પાર, રિકવરી રેટ 85.55 ટકા
ગુજરાતમાં કોરોનાના કેસ અટકવાનું નામ લઇ રહ્યા નથી. સતત નવા કેસ વધી રહ્યા છે હવે ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક લાખ 40 હજારને પાર થઇ ચૂકી છે. આજે રાજ્યમાં કુલ 1310 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ ગુજરતમાં સંક્રમિતોની કુલસ સંખ્યા 1,40,055 સુધી પહોંચી ગઇ છે.
તો બીજી તરફ ગુજરાતમાં કોરોનાથી મૃત્યું પામનારાઓની સિલસિલો ચાલુ છે. કોરોનાથી આજે 15 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 3478 સુધી પહોંચી ગઇ છે. તો બીજી તરફ 24 કલાકમાં ગુજરાતમાં 56,732 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી 45,31,498 કરવામાં આવ્યા છે.
હાલ રાજ્યમાં 16762 એક્ટિવ કેસ છે, જ્યારે 119815 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. આજે રાજ્યમાં 1250 દર્દીઓ સાજા થયા હતા. કુલ સક્રિય કેસમાં હાલ વેંટિલેટર પર 84 દર્દીઓ છે. તો બીજી તરફ રાજ્યમાં વિવિધ જિલ્લામાં સક્રિય કેસમાંથી 16678 લોકોની હાલત સ્થિર છે. રાજ્યમાં રિકવરી રેટ 85.55 છે.
નવા કેસની સ્થિતિ
કોરોના કારણે ગુજરાતમાં આજે વધુ 15 લોકોના મોત થયા હતા. તેમાંથી અમદાવાદ કોર્પોરેશન 3, રાજકોટ કોર્પોરેશન 2, સૂરત કોર્પોરેશન 2, વડોદરો કોર્પોરેશન 2, બનાસકાંઠામાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, ગાંધીનગરમાં 1, જામનગરમાં 1, રાજકોટમાં 1 અને સુરેંદ્ર નગરમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.