Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ભારત બાયોટેકનુ એલાન, કોરોના વેક્સીન(Covaxin)ની સાઈડ ઈફેક્ટ થઈ તો આપશે વળતર

ભારત બાયોટેકનુ એલાન, કોરોના વેક્સીન(Covaxin)ની સાઈડ  ઈફેક્ટ થઈ તો આપશે વળતર
, શનિવાર, 16 જાન્યુઆરી 2021 (20:22 IST)
દેશમાં કોરોના વાયરસ વિરુદ્ધ વેક્સીનેશન અભિયાન શનિવારે સવારથી શરૂ થઈ ગયુ. કોંગ્રેસ દ્વારા વેક્સીન પર સવાલ ઉભા થવા દરમિયાન ભારત બાયોટેકે મોટુ એલાન કર્યુ. કોવેક્સીન બનાવનારી કંપની ભારત બાયોટેકનુ કહેવુ છે કે જો તેનાથી સાઈડ ઈફેક્ટ થાય છે તો વળતર મળશે.  ભારત બાયોટેકથી કેન્દ્ર સરકારે 55 લાખ ડોઝ હાલ ખરીદ્યા છે અને શનિવારથી શરૂ થયેલ ટીકાકરણમાં તેનો ઉપયોગ પણ થઈ રહ્યો છે. 
 
વેક્સીન લગાવનારા લોકો દ્વારા જે ફોર્મ પર સાઈન કરાવવામાં આવી રહ્યા છે, તેના પર બાયોટેકે કહ્ય છે, કોઈ પ્રતિકૂલ કે ગંભીર પ્રતિકૂળ પ્રભાવની સ્થિતિમાં તમને સરકારી અને અધિકૃત કેંદ્રો અને હોસ્પિટલોમાં માન્યતા પ્રાપ્ત દેખરેખ આપવામાં આવશે.  સહમતિ પત્ર મુજબ, જો ટીકાથી ગંભીર સાઈડ ઈફેક્ટ થવાની વાત સાબિત થાય છે તો વળતર બીબીઆઈએલ દ્વારા આપવામાં આવશે. 
 
ઉલ્લેખનીય છે કે કોવૈક્સીનના પહેલા અને બીજા ચરણના ક્લિનિકલ ટ્રાયલમાં કોવિડ-19ના વિરુદ્ધ એંટીડોટ વિકસિત થવાની ચોખવટ થઈ છે. ટીકા નિર્માતા કંપની મુજબ વેક્સિનના ક્લિનિકલ રૂપથી પ્રભાવી થવાના તથ્ય હજુ અંતિમ રૂપથી સ્થાપિત થઈ શક્યા નથી અને તેના ફેઝના ક્લિનિકલ ટ્રાયલમાં સ્ટડી કરવામાં આવી રહી છે. 
 
જેમા કહેવામાં આવ્યુ છે, તેથી આ જાણી લેવુ જરૂર છે કે ટીકો લગાવવાનો મતલબ એ નથી કે કોવિડ 19 સંબંધી અન્ય સાવધાની નહી રાખવામાં આવે.  આ ક્ષેત્રના એક વિશેષજ્ઞના મુજબ ટીકો હજુ ક્લિનિકલ ટ્રાયલના ચરણમાં જ છે તેથી જો કોઈને ગંભીર દુષ્પ્રભાવ થાય છે તો વળતર આપવુ કંપનીની જવાબદારી બને છે.  બીજી બાજુ ભારત બાયોટેક ઈંટરનેશનલ લિમિટેડ (બીબીઆઈએલ) ની સંયુક્ત પ્રબંધ નિદેશક સુચિત્રા એલ્લાએ ટ્વીટ કર્યુ કે કોવૈક્સીન અને ભારત બાયોટેક, દેશ અને કોરોના યોદ્ધાઓની સેવા કરીને સન્માનિત અને કૃતજ્ઞ અનુભવ કરી રહ્યુ છે. 
 
બે કંપનીઓના વેક્સીનને મળી છે મંજૂરી 
 
દેશમાં બે કંપનીઓના વૈક્સીનને થોડા દિવસ પહેલા મંજૂરી આપવામાં આવી હતી.  ડીસીજીઆઈએ સીરમ ઈંસ્ટીટ્યુટ ઓફ ઈંડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવૈક્સીનને ઈમરજેંસી ઉપયોગ માટે મંજુરી આપી છે. ભારતમાં આજથી શરૂ થયેલ કોરોના ટીકાકરણમાં હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવી રહી છે. આજે ત્રણ લાખ હેલ્થ વર્કર્સને રસી આપવાની છે. દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનની શરૂઆત શનિવરે સવારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કરી છે. બીજી બાજુ વડીલ લોકોના ટીકાકરણ થયા પછી દેશના અન્ય લોકોને વૈક્સીન આપવામાં આવશે. 
 
કોંગ્રેસ નેતાએ કોવૈક્સીન પર ઉભા કર્યા સવાલ 
 
કોંગ્રેસ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીએ કોરોના રસીકરણ પર સવાલ ઉભો કર્યો. તેમણે ભારત બાયોટેકના રસી પર કહ્યુ કે અનેક જણીતા ડોક્ટરઓએ સરકારની સઆમે કોવૈક્સીનના પ્રભાવી અને સુરક્ષાના સંબંધમાં સવાલ ઉભા કર્યા છે અને કહ્યુ છે કે તેઓ એ નહી પસંદ કરી શકે કે તેમને કંઈ વૈક્સીન લેવી છે. આ સહમતિના પૂરા સિદ્ધાંત વિરુદ્ધ જાય છે.  તિવારીએ આગળ કહ્યુ કે કોવૈક્સીનની સ્ટોરી જ અલગ છે. તેને યોગ્ય પ્રક્રિયા વગર જ મંજૂરી આપવામાં આવી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉત્તરાયણ બાદ અમદાવાદ શહેરમાંથી પતંગની દોરીના 561 કિલો કચરાનો નિકાલ કરવામાં આવ્યો