Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સલમાન વિરુદ્ધ છે 5 કેસ - 3 કેસમાં થઈ ચુકી છે સજા, ચોથા મામલામાં આજે મુક્ત થશે

સલમાન વિરુદ્ધ છે 5 કેસ - 3 કેસમાં થઈ ચુકી છે સજા, ચોથા મામલામાં આજે મુક્ત થશે
, બુધવાર, 18 જાન્યુઆરી 2017 (13:08 IST)
જોધપુર. સલમાન ખાન આર્મ્સ એક્ટ મામલે મુક્ત થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે તેમના વિરુદ્ધ જોધપુરમાં હરણનો શિકાર સાથે જોડાયેલા 4 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત તેમના વિરુદ્ધ મુંબઈમાં હિટ એંડ રન કેસ પણ છે. આ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચી ચુક્યો છે.   જાણો કયા મામલે શુ છે સ્ટેટસ.. 
- 1998માં ફિલ્મ હમ સાથ સાથ હૈ ની શૂટિંગ દરમિયાન સલમાન પર 3 જુદા જુદા સ્થાને હરણનો શિકાર કરવાનો આરોપ છે. 
- આ ત્રણ સ્થાન ઘોડા ફર્મ હાઉસ અને ભવાદ ગામ અને કાંકાણીમાં શિકાર બાબતે ત્રણ કેસ સલમાન પર ચાલી રહ્યા છે. 
- જ્યારે કે ચોથો કેસ શિકાર બાબતે હથિયારને લઈને આર્મ્સ એક્ટના હેઠળ નોંધાયો હતો. આ મામલે આજે સલમાન મુક્ત થઈ ગયા. 
- આરોપ છે કે સલમાન ખાનને આપેલ પિસ્ટલ અને રાઈફલના લાઈસેંસ એક્સપાય થઈ ચુક્યા હતા. તેમને તેને રિન્યૂઅલ નહોતા કરાવ્યા. 
 
ભવાદ ગામના કેસનુ શુ છે સ્ટેટસ 
 
- ભવાદ ગામમાં 27 સપ્ટેમ્બર 1998ની રાત્રે એક હરણના શિકારનો આરોપ સલમાન પર લાગ્યો. સીજેએમ કોર્ટે 17 ફેબ્રુઆરે 2006ના રોજ સલમાનને દોષી ઠેરવતા એક વર્ષની સજા સંભળાવી 
- ગયા વર્ષે હાઈકોર્ટે આ મામલે સલમાનને મુક્ત કર્યા 
- હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ રાજ્ય સરકાર સુપ્રીક કોર્ટ ગઈ છે. આ મામલે કોર્ટે સલમાનને નોટિસ આપીને તેનો જવાબ માગ્યો છે. 
 
ઘોડા ફાર્મ હાઉસનુ શુ છે સ્ટેટ્સ 
 
- ઘોડા ફાર્મ હાઉસ(ઓસિયા ક્ષેત્ર) માં 28 સપ્ટેમ્બર 1998ની રાત્રે બે હરણનો શિકાર કરવાના આરોપ સલમાન પર લાગ્યો
- આ મામલે સીજેએમ કોર્ટે 10 એપ્રિલ 2006 ના રોજ તેમને દોષી સાબિત કરતા 5 વર્ષની સજા સંભળાવી 
- આ મામલે સજા વિરુદ્ધ સલમાને રાજસ્થાન હાઈકોર્ટમાં અપીલ કરી. ગયા વર્ષે હાઈકોર્ટે આ કેસમાં પણ તેમને મુક્ત કર્યા. 
- હાઈકોર્ટે આ નિર્ણયને રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો. સુપ્રીમ કોર્ટે હાલ આ મામલે સલમાને નોટિસ આપીને જવાબ માગ્યો છે. 
 
કાળા હરણનો શિકાર 
 
- 1 ઓક્ટોબર 1998ની રાત્રે સલમાન પર કાંકાણીમાં બે કાળા  હરણનો શિકારનો આરોપ લાગ્યો
- ગોળીનો અવાજ સાંભળીને ગામના લોકો ઘટના સ્થળ પર પહોંચી ગયા. આ કારણે ત્યાથી સલમાન પોતાની જિપ્સીમાં સેફ અલી સોનાલી બેન્દ્રે નીલમ અને તબ્બુ સાથે ભાગી નીકળ્યો
- ગ્રામીણોએ બે કાળા હરણને જપ્ત કર્યા. બંનેનુ ગોળી વાગવાથી મોત થયુ હતુ. 
- સલમાન પર હરણોને ગોળી મારવાનો અને સેફ સહિત ત્રણ એક્ટ્રેસ પર તેમને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. 
- આ મામલે 25 જાન્યુઆરીના રોજ બધા આરોપીઓને આરોપી નિવેદન સંભળાવવામાં આવશે. 

હિટ એંડ રન કેસનુ શુ છે સ્ટેટસ 
 
- 28 સપ્ટેમ્બર 2002ની અડધી રાત્રે પાર્ટી કરે ઘરે પરત ફરી રહેલ સલમાન ખાનની લૈડ ક્રૂઝર હિલ રોડ પર અમેરિકન એક્સપ્રેસ બેકરીમાં ઘુસી ગઈ હતી. 
- સલમાને સવારે સરેંડર કર્યુ હતુ. પોલીસ સ્ટેશન પરથી જ તેમને જામીન મળી ગઈ. 
- ઓક્ટોબર 2002માં સલમાન પર આઈપીસીની ધારા 302-II (બિન ઈરાદાપૂર્વક હત્યા)નો કેસ લાગ્યો. 
- ઘટનામાં નરુલ્લા શરીફનુ મોત થઈ ગયુ હતુ. અબ્દુલ શેખ, મુસ્લિમ શેખ, મુન્નૂ ખાન અને મોહમ્મદ કલીમ ઘાયલ થયા હતા. આ બધા બેકરીની બહાર ફુટપાથ પર સૂઈ રહ્યા અહ્તા. 
- અબ્દુલ શેખના પરિવારે કહ્યુ હતુ કે તેમને કોર્ટના નિર્ણયથી કોઈ મતલબ નથી. તેમને તો બસ 10 લાખ રૂપિયાનુ વળતળ મળી  જાય. 
- આ કેસમાં બૉમ્બેની સેશન્સ કોર્ટે સલમાનને 5 વર્ષની સજા સંભળાવી. જો કે હાઈકોર્ટે તેમને મુક્ત કરી દીધા. 
- સલમાનને મુક્ત કરવા બાબત વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર સુપ્રીમ કોર્ટ જઈ ચુકી છે. 
 
સલમાન પર આ ધારાઓ હેઠળ ચાલ્યો કેસ 
 
- ધારા 304 (2) બિન ઈરાદતન હત્યા - વધુથી વધુ 10 વર્ષની સજા 
- ધારા 279 - ઝડપી ગતિમાં બેદરકારીથી ડ્રાઈવિંગ - 6 મહિનાની કેદ જે દંડ કે પછી બંને 
- ધારા 427 - ખોટી હરકતથી પ્રોપર્ટીને નુકશાન 
 
- આ ઉપરાંત મોટર વ્હીકલ એક્ટની સેક્શન 34એ, બી સાથે સેક્શન 181 (કાયદાને તોડીને ગાડી ચલાવવી) અને 185 (નશામાં તેજ ગતિથી વાહન ચલાવવુ) અને બોમ્બે પ્રોહિબિશન એક્ટની ધારાઓ હેઠળ આરોપ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- બાહુબલી- બાજુવાળી