મોલિક્યૂલ કોમ્યુનિકેશન દ્વારા યોજાયેલ એક ફંક્શનમાં મહિલાઓ માટે એવોર્ડ જાહેર કરવામાં આવ્યાં હતાં. આ એવોર્ડ એવી મહિલાઓને આપવામાં આવ્યાં હતાં જેમણે વિશ્વમાં કંઈક કરી બતાવ્યું હોય. આ એવોર્ડ બોલિવૂડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને કોરિયોગ્રાફર સરોજખાનને અર્પણ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત આ એવોર્ડ ફંક્શનમાં બોલિવૂડની ફિલ્મોના જાણીતા દિગ્દર્શક સુભાષ ઘાઈ, સરોજખાન, કૈલાશ ખેર, ડોલી ઠાકોર, છાયા મોમાયા, વગેરે જેવા લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ એવોર્ડ સાત મહિનાની એક પ્રોસેસ બાદ પંદર જેટલી કેટેગરીમાં વહેંચવામાં આવ્યો હતો. જેમાં આઠ જેટલા જ્યુરી મેમ્બરોએ એવોર્ડ માટેના નામો ફાઈનલ કર્યાં હતાં. મોલિક્યુલ કોમ્યુનિકેશનના સીઈઓ કિરણ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં જે લોકો ઉપસ્થિત રહ્યાં છે તેનાથી અમારા આત્મવિશ્વાસમાં વઘારો થયો છે. હું આ તમામ જ્યુરી મેમ્બરોનો આભાર માનું છું. સરોજખાને આ અંગે જણાવ્યું હતું કે હું આ એવોર્ડ ફંકશન અંગે ખુબજ ખુશ છું અને તેનું આયોજન કરનાર ટીમને ધન્યવાદ પાઠવું છું. જેમણે મહિલાઓને એવોર્ડ આપીને આત્મવિશ્વાસમાં વઘારો કરવાનું કામ કર્યું છે.
કયા ક્ષેત્રમાં કોને એવોર્ડ મળ્યો
સ્પોર્ટ્સ - હેતલ દવે
સાહિત્ય -- એસ. પ્રસન્ના શ્રી
જર્નાલિઝમ- શૈલી ચૌપરા
4 કોર્પોરેટ - શીખા શર્મા
5 આરોગ્ય - પ્રિતિ શ્રોફ
6 સામાજિક- સફિના હુસૈન
7 અભિનેત્રી - પ્રિયંકા ચોપરા
8 શિક્ષણ - ગીતાંજલી બબ્બર
9 એન્ટરટેઈન્મેન્ટ કોર્પોરેટ - શોભા કપૂર
10 એન્ટરટેઈન્મેન્ટ ક્રિએટીવ- સાનૂ શર્મા
11 ફાઈન આર્ટ - આરોહી સિંહ
12 ફાઈન આર્ટ- અદિતી મિત્તલ
13 યંગ આંત્રપેન્યોર - અનિશા સિંહ
14 - સ્પેશિયલ રિકોગ્નેશન - છાયા મોમાયા, સરોજ ખાન, કરૂણા વાઘમારે, સથ્યા સરન, સબુ જ્યોર્જ