1. રજનીકાંત અને અક્ષય કુમાર અભિનીએત ફિલ્મ 2.0 ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે. આ ફિલ્મ 543 કરોડ રૂપિયામાં બનીને તૈયાર થઈ છે.
2. આ 2010માં પ્રદર્શિત રોબોટનો બીજો ભાગ છે.
3. આ ફિલ્મને તમિલ અને હિન્દીમાં શૂટ કરવામાં આવી ક હ્હે. ડબ કરી તેને 12 અન્ય ભાષાઓમાં રજુ કરવામાં આવશે.
4. ફિલ્મની રિલીઝ ડેટ અનેકવાર બદલવામાં આવી. 18 ઓક્ટોબર 2017, 25 જાન્યુઆરી 2018 14 એપ્રિલ 2018 27 એપ્રિલ 2018 ને આ રિલીજ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. છેવટે 29 નવેમ્બર 2018ના રોજ આ ફિલ્મ રજુ થવાની છે.
5. સ્પેશ્યલ ઈફેક્ટ્સને કારણે ફિલ્મ બનવામાં મોડુ થયુ અને રોકાણ પણ વધ્યુ. સીજીઆઈ (કમ્યુટર જનરેટેડ ઈમેજરી) નુ કામ જે અમેરિકન કંપનીને સોંપવામાં આવ્યુ હતુ તેનુ દેવાળુ ફુંકાય ગયુ. પછી આ કામ બીજી કંપનીને સોંપવામાં આવ્યુ.
6. ફિલ્મમાં વિલનની ભૂમિકા માટે કલાકાર શોધવામાં નિર્દેશક શંકરને ખાસી મહેનત કરવી પડી. તેમણે આ રોલ કમલ હસન, આમિર ખાન, વિક્રમ, અર્નાલ્ડ શ્વાર્જનેગર, રિતિક રોશન અને નીલ નિતિન મુકેશને ઓફર કરવામાં આવી હતી પણ વાત બની નહી. ત્યારબાદ અક્ષય કુમાર આ રોલ કરવા માટે રાજી થયા.
7. અક્ષય કુમારને મેકઅપ કરવમાં ત્રણ અને મેકઅપ ઉતારવામાં એક કલાકનો સમય લાગતો હતો. આ દરમિયાન તેમણે અનેક ફિલ્મો જોઈ નાખી.
8. ફિલ્મનુ શૂટિંગ 16 ડિસેમ્બર 2015થી શરૂ થયુ હતુ. જેમા રજનીકાંતે ભાગ લીધો હતો. અક્ષય કુમારે માર્ચ 2016થી શૂટિંગ કરવુ શરૂ કર્યુ.
9. એવુ કહેવાય છે કે અક્ષય કુમારે આ ફિલ્મમાં અભિનય કરવાના બદલામાં 45 કરોડ રૂપિયા લીધા છે.
10. સૂત્રોના જણાવ્યા મુજબ 2.0માં રજનીકાંતના પાંચ પાત્ર છે. તે વૈજ્ઞાનિક, ખલનાયક, રોબોટ અને બે ઠીંગણાના પાત્ર ફિલ્મમાં ભજવી રહ્યા છે. અક્ષય કુમારનો પણ ફિલ્મમાં અનોખો રોલ છે. તેઓ વિલેન બન્યા છે અને તેમના 12 લુક્સ છે.