Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કોરોનાની સહાય માટે તલાટી, મામલતદાર તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશનરને અરજી કરી શકાશે

કોરોનાની સહાય માટે તલાટી, મામલતદાર તેમજ  નાયબ મ્યુનિસિપલ કમિશનરને અરજી કરી શકાશે
, શનિવાર, 27 નવેમ્બર 2021 (10:18 IST)
કોવિડ-૧૯ ને કારણે મૃત્યુના કિસ્સામાં વારસદારોને સહાયની મેળવવાં માટેની કાર્યપધ્ધતિ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત સરકારશ્રીના મહેસુલ વિભાગના તા.૨૦/૧૧/૨૦૨૧ના ઠરાવથી કોવિડ-૧૯ (કોરોના) ના કારણે મૃત્યુ પામેલ વ્યકિતના વારસદારને રૂ.૫૦,૦૦૦/- એંકે રૂપીયા ૫ચાસ હજારની સહાય ચૂકવવાનું ઠરાવવામાં આવેલ છે.
 
આરોગ્ય અને ૫રિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારના તા.૨૯/૧૦/૨૦૨૧ ના ઠરાવ મુજબ વ્યકિતનું મૃત્યુ કોવિડ-૧૯ (કોરોના) થી થયુ છે તેવું પ્રમાણિત (certified) થયેલ હોવું જોઇએ.
 
આરોગ્ય અને ૫રિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારના તા.૨૯/૧૦/૨૦૨૧ના ઠરાવમાં કોવિડ-૧૯(કોરોના)ના કારણે મૃત્યુ થયાના આઘાર માટે ૫રિશિષ્ટ-૧ નુ ફોર્મ જયાંથી મરણ પ્રમાણ૫ત્ર મળેલ હોય તે જન્મ મરણ રજીસ્ટ્રારની કચેરીને આપી ફોર્મ – ૪ તથા ૪-અ મેળવવાનું રહેશે.
 
જન્મ મરણ રજીસ્ટ્રારની કચેરીએથી મળેલ ફોર્મ–૪ તથા ૪-અ માં કોવિડ-૧૯(કોરોના) મૃત્યુ લખાયેલ ન હોય અને તે કચેરી તરફથી અપ્રાપ્ય પ્રમાણપત્ર પરિશિષ્ટ-૨ આપવામાં આવે પરંતુ ખરેખર કોવિડ-૧૯(કોરોના) ના કારણે મૃત્યુ થયેલ હોય તો ૫રિશિષ્ટ-૩ મુજબનુ ફોર્મ અને તેમા જણાવેલ આઘાર પુરાવા સાથે જિલ્લા કલેકટર, ડિઝાસ્ટર મેનેજમેન્ટને આ કામે રચાયેલ કમિટીમાં નિર્ણય કરી કોવિડ મૃત્યુંનુ પ્રમાણ૫ત્ર મેળવવા અરજી કરવાની રહેશે.
 
સહાય માટેની નિયત નમુનાની અરજી મહાનગરપાલિકા વિસ્તાર માટે નાયબ કમિશનર, મનપા, ભાવનગરને અને નગરપાલિકા વિસ્તાર માટે મામલતદારને અને ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રી/તાલુકા વિકાસ અધિકારીને અરજી આપવાની રહેશે. 
 
સરકારના આરોગ્ય અને ૫રિવાર કલ્યાણ વિભાગના તા.૨૦/૧૧/૨૦૨૧ ના ઠરાવ મુજબ જે કિસ્સામાં વ્યક્તિ જેનું નિદાન પોઝિટિવ RT-PCR/મોલેક્યુલર ટેસ્ટ/રેપીડ એન્ટિજન ટેસ્ટ દ્વારા કરવામાં આવેલ હોય અથવા હોસ્પિટલમાં/ઈન પેશન્ટ ફેસેલીટીમાં દાખલ કરવામાં આવે ત્યારે સારવાર કરનાર ચિકિત્સક દ્વારા તબીબી રીતે હોસ્પિટલ/ઈન પેશન્ટ ફેસિલિટીમાં સારવાર દ્વારા કોવિડ-૧૯નું નિદાન કરવામાં આવે છે, તેવાં કિસ્સાઓને કોવિડ-૧૯ પોઝિટિવ કેસ ગણવાના રહે છે.
 
આવા કિસ્સામાં પોઝિટિવ RT-PCR મોલેક્યુલર ટેસ્ટ/રેપીડ એન્ટીજન ટેસ્ટનો રિપોર્ટ તથા સબ રજીસ્ટ્રાર દ્વારા આપવામાં આવેલ મરણના દાખલાને સાથે રાખીને નિયત નમૂનામાં સીઘી અરજી કરવાની રહેશે. આવા કિસ્સામાં જન્મ મરણ રજીસ્ટ્રારની કચેરીના ફોર્મ – ૪ તથા ૪-અ મેળવવાનું રહેશે નહી.
 
જે મૃત્યુના કિસ્સામાં RT-PCR/મોલેક્યુલર ટેસ્ટ/રેપીડ એન્ટીજન ટેસ્ટ દ્વારા થયાનો રીપોર્ટ હોય અથવા મેડિકલ ઓફિસરનુ કોઝ ઓફ ડેથનુ સર્ટીફીકેટ અને મરણનો દાખલો હોય કે ફોર્મ-૪ તથા ૪-અ માં મરણનુ કારણ કોવિડ-૧૯(કોરોના) લખાયેલ હોય તેમણે નિયત નમુનામાં સીઘી અરજી કરવાની રહેશે. 
 
જયારે ઉ૫રોક્ત વિગતો પૈકી કોઇ૫ણ પુરાવા ન હોય અને વ્યકિતનું મૃત્યુ કોવિડ-૧૯(કોરોના)ના કારણે થયેલ હોય તો વ્યકિતનું મૃત્યુ કોવિડ-૧૯ (કોરોના) થી થયું છે તેવું પ્રમાણિત (certified) પ્રમાણ૫ત્ર મેળવવાં ૫રિશિષ્ટ -૩ મુજબના આઘારો રજૂ કરી સાથે જિલ્લા કલેકટર, ડિઝાસ્ટર મેનેજમેન્ટને નિયત થયેલ કમિટીને રજૂ કરવા અરજી કરવાની રહેશે અને આ કમિટીનું પ્રમાણ૫ત્ર મળ્યા બાદ નિયત નમુનામાં સહાય મેળવવા માટેની અરજી કરવાની રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજથી જૂનિયર ડોક્ટર એસોસિએશ પડતર માંગોને લઈને વિરોધ પ્રદર્શન કરશે