Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કોનેરુ હમ્પીને બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2020 ઍવૉર્ડનાં વિજેતા બન્યાં

કોનેરુ હમ્પીને બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2020 ઍવૉર્ડનાં વિજેતા બન્યાં
, મંગળવાર, 9 માર્ચ 2021 (15:17 IST)
8 માર્ચ, 2021 : ઇન્તેજારનો અંત આવ્યો છે. બીબીસીએ જાહેરાત કરી કે જાહેર મતદાન બાદ ચેસ પ્લેયર કોનેરુ હમ્પી બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડનાં વિજેતા બન્યાં છે.

ઍવૉર્ડ જીત્યાં બાદ હાલનાં વીમૅન્સ વર્લ્ડ રૅપિડ ચેસ ચૅમ્પિયન અને 2020 ક્રૅઇન કપનાં વિજેતા હમ્પીએ કહ્યું, “આ ઍવૉર્ડ ઘણો મૂલ્યવાન છે. માત્ર મારી માટે જ નહીં, પણ સંપૂર્ણ ચેસની બિરાદરી માટે. ઇન્ડોર ગેમ હોવાના લીધે ચેસને ભારતમાં ક્રિકેટ જેવી રમતો જેટલું મહત્ત્વ નથી મળતું. પણ આ ઍવૉર્ડ થકી મને આશા છે કે લોકોનું ધ્યાન ખેંચાશે. ”

તેમણે વધુમાં ઉમેર્યું, “મને લાગે છે કે મારી ઇચ્છાશક્તિ અને આત્મવિશ્વાસ થકી હું ઉંમર પર વિજય મેળવી શકી. એક મહિલા ખેલાડીએ ક્યારેય રમત છોડવાનું વિચારવું ન જોઈએ. લગ્ન અને માતૃત્વ એ આપણા જીવનનાં માત્ર ભાગ છે,તેનાથી જીવનનો પ્રવાહ ન બદલાવો જોઈએ.”
webdunia

દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશમાં જન્મેલાં કોનેરુને તેમના પિતાએ નાની ઉંમરમાં ચેસની રમત શીખવી હતી. 2002માં તેમણે 15 વર્ષથી પણ ઓછી વયે સૌથી નાની ઉંમરનાં ગ્રાન્ડ માસ્ટર બનીને નામના મેળવી હતી. આ રેકૉર્ડને ચીનનાં હૌઉ યિફાને 2008માં તોડ્યો હતો.


બીબીસીના ડિરેક્ટર જનરલ ટિમ ડૅવીએ વર્ચ્યુઅલ ઍવૉર્ડ સૅરિમનીમાં વિજેતાની જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું, “આ વર્ષનો BBC ISWOTY ઍવૉર્ડ મેળવવા બદલ કોનેરુ હમ્પીને અભિનંદન. તેમણે ચેસમાં શાનદાન યોગદાન આપ્યું છે અને આ સન્માનનાં હકદાર છે. બીબીસી ભારતનાં મહિલા ખેલાડીઓની સફળતાને સન્માનવામાં આગેવાની લઈ રહ્યું છે, એ જાણીને હું ખુશ છું. BBC ISWOTYએ માત્ર ઍવૉર્ડ નથી, સમાજના તમામ અવાજ અને લોકોનું પ્રતિનિધિત્વ કરવાની અમારી સંપાદકીય પ્રતિબદ્ધતાનો ભાગ છે, જે અમારા પત્રકારત્વને તટસ્થ બનાવે છે અને જે વિશ્વમાં આપણે રહીએ છીએ તેનું ભેદભાવવિનાનું પ્રતિબિંબ રજૂ કરે છે.
webdunia

આ વર્ષનો લાઇફટાઇમ અચીવમૅન્ટ ઍવૉર્ડ વૅટરન ઍથ્લીટ અંજુ બૉબી જ્યૉર્જને ભારતીય રમતોમાં તેમના યોગદાન અને ખેલાડીઓની પેઢીઓને પ્રેરણા આપવા માટે મળ્યો. તેઓ ભારતનાં એક માત્ર ઍથ્લીટ છે, જેમણે વર્ષ 2003માં વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં લાંબી કૂદમાં ઍવૉર્ડ મેળવ્યો હતો. 

લાઇફટાઇમ અચીવમૅન્ટ ઍવૉર્ડ મેળવતાં અંજુ બૉબી જ્યૉર્જે કહ્યું, “આ ગૌરવાન્વિત સન્માન મેળવતી વેળા મારી લાગણીઓને રજૂ કરવા હું સક્ષમ નથી. મારી સંતોષપૂર્ણ યાત્રા દરમિયાન હું ભાગ્યશાળી રહી છું. મારાં માતાપિતા અને પતિના સતત સહકાર વગર હું આજે જ્યાં છું ત્યાં ન પહોંચી શકી હોત. તેઓ હંમેશાં મારી સાથે ઊભાં રહ્યાં. જે અડચણો મેં ભોગવી અને પાર પાડી, એણે મને એટલું શીખવ્યું છે કે મહેનત અને દૃઢતાનો કોઈ વિકલ્પ નથી. સાચી પ્રેરણા અને ઇચ્છાશક્તિ થકી બધું જ શક્ય છે. ” 

ઇંગ્લૅન્ડના ક્રિકેટ સ્ટાર બૅન સ્ટૉક્સે ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ ઍવૉર્ડ માટે યુવા ભારતીય શૂટર મનુ ભાકરની જાહેરાત કરી. ભાકરે 16 વર્ષની ઉંમરે ઇન્ટરનેશનલ સ્પૉર્ટ ફેડરેશન વર્લ્ડકપ 2018માં બે ગોલ્ડ મેડલ મેળવ્યા અને એ બાદ યૂથ ઑલિમ્પિક ગેમ્સમાં પણ ગોલ્ડ મેળવ્યો. એ જ વર્ષે તેમણે ગોલ્ડ મેડલ મેળવીને કૉમનવેલ્થ ગેમ્સમાં વિક્રમ સર્જ્યો.
અંજુ બૉબી જ્યૉર્જ દ્વારા ઍવૉર્ડ મેળવતાં મનુ ભાકરે જણાવ્યું, “આ ઍવૉર્ડ મારા માટે બહુ મોટી વાત છે. એવું લાગે છે કે મારી મહેનત સન્માનિત કરાઈ છે અને લોકો હવે એ જાણતા થયા છે. આ વર્ષના લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડ વિજેતા અંજુ બૉબી જ્યૉર્જ દ્વારા ઍવૉર્ડ મેળવતા એવું લાગે છે કે ઊભરતી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરાઈ રહી છે.”

આ વર્ચ્યુઅલ ઍવૉર્ડ નાઇટમાં બીબીસીનાં ન્યૂઝ ડિરેક્ટર ફ્રાન અન્સવર્થે BBC ISWOTYના બીજા સફળ એડિશનનો ભાગ બનવા બદલ ખુશી જાહેર કરી. તેમણે જણાવ્યું કે ‘બીબીસી સ્પૉર્ટ હૅકાથૉન’નાં પરિણામો કેટલાં શાનદાર હતાં,જેમાં 50 ભારતીય મહિલા ખેલાડીઓની ખેલક્ષેત્રની મુસાફરીને વિકિપીડિયામાં સાત ભાષામાં ઉમેરવામાં આવી. BBC ISWOTY 2021ની આ ખાસ વાત હતી.
દેશનાં શ્રેષ્ઠ મહિલા ખેલાડીઓને સન્માવવા અને પ્રતિભાવાન ભારતીય મહિલા ખેલાડીઓની પ્રેરણાદાયક યાત્રા પર પ્રકાશ પાડવા વર્ષ 2019માં BBC ISWOTY 2021નો પ્રારંભ કરાયો હતો.
ફેબ્રુઆરી 2021માં પાંચ નૉમિની જાહેરાત કરાઈ હતી, જેમાં સ્પ્રિન્ટર દુતી ચંદ, ચેસ ચૅમ્પિયન કોનેરુ હમ્પી, શૂટર મનુ ભાકર, રેસલર વિનેશ ફોગટ અને ભારતીય ફિલ્ડ હૉકીનાં વર્તમાન કૅપ્ટન રાનીનો સમાવેશ કરાયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં તલવાર વડે જન્મદિવસની કેક કાપવી ભારે પડી, 7 લોકોની ધરપકડ