કલેકટર ઓફિસ પાસે આવેલી સરકારી ચાવડી પાસે આજે મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો ભેગા થયા હતા. લોકોની ભીડ જમા થઇ હતી. બહાર જવા ફોર્મ લેવા અને જમા કરાવવા લોકોની પડાપડી થઈ હતી. જો કે પોલીસે આજે અહીંયા કોઈ ફોર્મ નહીં મળે જે તે વિસ્તારમાં રહો છો ત્યાં જ ફોર્મ મળશે અને જમા કરાવવા કહ્યું હતું. જેથી પરપ્રાંતિયોએ હોબાળો કર્યો હતો.કલેક્ટર કે મામલતદાર ઓફિસના કોઈ કર્મચારીઓ અહીંયા ફરક્યા ન હતા. કલેક્ટર તંત્રના અણઘડ આયોજનના કારણે પરપ્રાંતિયો હેરાન પરેશાન થઈ રહ્યા છે. કોઈપણ અધિકારીઓ સંકલન કરવા સુભાષબ્રિજ સરકારી ચાવડી ખાતે આવ્યા ન હતા. પોલીસ પાસે તંત્ર દ્વારા સૂચનાઓ અપાતી ન હતી. કલેક્ટર અને મામલતદાર ઓફિસના અધિકારીઓ એસી ઓફિસમાં બેસી અને કામગીરી કરી રહ્યા છે.