Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અજાન એટલે...અલ્લાહો અકબર

અજાન એટલે...અલ્લાહો અકબર
N.D

આપણે બધા સાથે સાથે છીએ, એકબીજાની સાથે મળીએ છીએ, વ્યાપાર કરીએ છીએ અને અંદરો અંદર વિચાર કરીએ છીએ જેથી કરીને કોઈ ને કોઈ રીતે આપણે બધા એકબીજાના સંપર્કમાં આવતાં રહીએ. પરંતુ આ વાત સાચી છે કે આપણે એકબીજાના ધર્મ વિશે કંઈ જાણતા નથી તે વિશે આપણને સંપુર્ણ માહિતી પણ નથી હોતી.

તે ભય હોય છે આપણા મનની અંદર કે અંદરો અંદર ક્યાંય ધૃણા, દ્વેષ કે મનદુ:ખમાં ન ફેરવાઈ જાય. તેનો અર્થ તે છે કે ધર્મ આપના જ્ઞાન અને વ્યવહાર કરતાં વધારે આપણી ભાવનાઓ સાથે જોડાઈ ગયો છે. હકીકતમાં અજાણ્યા અલ્લાહના બંદાઓને અલ્લાહની ઈબાદત એટલે કે નમાઝ માટે બુલાવો છે. અજાન અરબી શબ્દ છે તેનો અર્થ તે થાય છે કે બોલાવવું, બુમ પાડવી, એલાન કરવું. અજાનને અલ્લાહની પોકાર પણ કહેવાય છે.

અજાન આપનારને મુઅજ્જીન કહે છે. મુઅજ્જીન નિયમિત રીતે દિવસમાં પાંચ વખત અજાન આપે છે અને દિનચર્યામાં વ્યસ્ત લોકોને સારા કાર્ય માટે બોલાવે છે. અજાન કરનાર વ્યક્તિ વુજૂ કરીને પવિત્ર થઈને અજાન આપે છે. જેથી કરીને છાતી સરખી રીતે ફુલી જાય અને અજાન સરખી રીતે નીકળી શકે. આ શબ્દોનો અર્થ આ રીતે થાય છે- સર્વપ્રથમ મુઅજ્જીન ચાર બાર અલ્લાહો અકબર એટલે કે અલ્લાહ સૌથી મોટો છે તેવું કહે છે.

ત્યાર બાદ બે વખતે અશહદો અલ લા ઈલાહ ઈલ્લલ્લાહ એટલે કે હુ ગવાહી આપુ છુ કે અલ્લાહની સેવા કોઈ પૂજનીય નથી. ત્યાર બાદ બે વખત કહે છે- અશહદુ અનના મુહમ્મદર્ર્સૂલુલ્લાહ જેનો અર્થ થાય છે- હુ ગવાહી આપુ છુ કે હજરત મોહમ્મદ અલ્લાહના રસુલ ઉપદેશક છે. ત્યાર બાદ મુહજીન જમણી બાજુ મોઢુ કરીને બે વખત કહે છે કે હય યા અલલસલા એટલે કે આવો નમાઝની તરફ. ત્યાર બાદ ડાબી બાજુ મોઢુ કરીને બે વખત કહે છે કે હય-યા- અલલ ફલાહ એટલે કે આવો કામયાબી તરફ.

ત્યાર બાદ તે પશ્ચિમ તરફ મોઢુ રાખીને કહે છે કે અલ્લાહો અકબર એટલે કે અલ્લાહ સૌથી મોટા છે. છેલ્લે ફરી એક વખત લા ઈલાહ ઈલ્લલ્લાહ એટલે કે અલ્લાહ સિવાય કોઈ જ પૂજનીય નથી. ફજર એટલે કે ભોરની અજાનમાં મુઅજ્જીન એક વાક્ય વધારે કહે છે અસ્સલાત ખૈરૂમ મિનનનૌમ એટકે લે નમાજ ઉંઘ કરતાં સારી છે.

Share this Story:

Follow Webdunia gujarati