Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

નાહરશાહ અલીબાબાની દરગાહ

નાહરશાહ અલીબાબાની દરગાહ
N.D

ઈંદોરમાં આવેલી હજરત નાહરશાહ વલી બાબાની દરગાહ રાષ્ટ્રીય એકતાનું પ્રતિક માનવામાં આવે છે. અહીંયા બંને સંપ્રદાયના લોકો એકસાથે જીયારત કરે છે. દરેક ગુરૂવાર અને શુક્રવારે તો સાંપ્રદાયિક એકતાનું દ્રશ્ય જોવાલાયક હોય છે.

વડીલોનું કહેવું છે કે અહીંયા બાદશાહ ઔરંગજેબ પણ નમાઝ અદા કરી ચુક્યા છે. કોઈ એક સમયે અહીંયા પહોચેલા એક ફકીર એકાંતમાં ઈબાદત કર્યા કરતાં હતાં. તેઓ હંમેશા એવું કહેતાં હતાં કે મારા મૃત્યું બાદ મય્યતને તહાજ્જુલની નમાઝ બાદ મને દફનાવજો.

તહાજ્જુલની નમાઝ તે વ્યક્તિ દ્વારા પઢવામાં આવે જેમણે 12 વર્ષ સુધી સતત નમાઝ પઢી હોય. એક બાજુ પીરના સેવકોને ખબર પડી કે બાદશાહ ઔરંગજેબનું લશ્કર દિલ્હીથી દક્ષિણ તરફ જઈ રહ્યું છે.

સેવકોએ બધી જ વાત બાદશાહને જણાવી. આની પર બાદશાહે જણાવ્યું કે તેઓ તહાજ્જુદની નમાઝ પઢવા માટે કાબિલ છે. આ રીતે તે નમાઝ પઢવા માટે તૈયાર થઈ ગયાં. નમાઝ પઢ્યા બાદ લાશને દફનાવવામાં આવી. વડીલોનું કહેવું છે કે અહીંયા સાચા ખુદાપરસ્ત બાબા નૂરદ્દીન સાહેબની દરગાહ છે.

નાહરશાહ નામ કેવી રીતે પડ્યું-

વડીલોની વાતને માનીએ તો કોઈ એક વખતે અહીંયા દરગાહની આસપાસ વાઘ ફરતાં હતાં. બીજુ તો બીજુ પણ પોતાની પુંછડી વડે તી આખા આંગણની સફાઈ પણ કરતાં હતાં. એટલા માટે આ દરગાહ આજે પણ નહરશાહના નામે જાણીતી છે.

એવું કહેવામાં આવે છે કે અહીંયા માંગનારની દરેકની ઈચ્છા પૂર્ણ થાય છે. આ દરગાહ લગભગ સાત સો વર્ષ જુની છે.

Share this Story:

Follow Webdunia gujarati