Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કુરાનનો અવતાર

કુરાનનો અવતાર
W.D

એક સામાન્ય ધારણા છે કે કુરાન તે પવિત્ર પુસ્તક છે કે જેની અંદર હજરત મહોમ્મદ સાહેબના પ્રવચન તેમજ ઉપદેશ સંગ્રહિત છે. હકીકતમાં એવું નથી કુરાન તો અલ્લાહ તાઅલાનો કલામ છે. ઈશ્વરીય વાણી છે. આ પૈગામ તેણે ફરિશ્તોના સરદાર હજરત જીબરઈલના માધ્યમથી "વહી"ના રૂપમાં હજરત મહોમ્મદ મુસ્તફાને આપ્યો હતો. જેને તમે જેમ તેમ માનવજાતિ સુધી પહોચાડી દિધો.

આ જાણવું જરૂરી છે કે કુરાન કેવી રીતે હજરત મોહમ્મદ મુસ્તફા પર નાજીલ થઈ. પૃથ્વી પર મનુષ્યના જન્મ પહેલાં નૂરથી ઉત્પન્ન ફરિશ્તાં રહેતાં હતાં. આ એક એવી પવિત્ર અને નૂરાની હસ્તિઓ છે જે હંમેશા અલ્લાહની સ્તુતિમાં મસ્ત રહે છે. બધી જ કાયનાતની વ્યવસ્થા હેતું અલ્લાહની આજ્ઞાઓનું પાલન કરે છે.

ત્યાર બાદ અલ્લાહે અગ્નિથી ઉત્પન્ન જીન નામની એક રચના કરી. તેની અંદર પવિત્ર અને અપવિત્ર બંને પ્રકારની હસ્તિયા હતી. જીનોનો સરદાર ઈબ્લીસ હતો અને ફરિશ્તાઓનો સરદાર હજરત જીબરઈલ હતો. હજરત મહોમ્મદ સુધી 'વહી' પૈગામ લાવવાનું કામ હજરત જીબરઈલ દ્વારા કરવમાં આવતું હતું. 'વહી'નો શાબ્દિક અર્થ ઈશારો કરવાનો કે કાનમાં ધીમેથી કોઈ વાત કહેવાનો થાય છે.

હજરત મહોમ્મદને 40 વર્ષથી 'વહી' મળવાની શરૂઆત થઈ ગઈ હતી અને તે 40 વર્ષે સુધી ચાલી હતી. તેમણે સર્વ પ્રથમ પોતાન ઘરવાળા, પડોશીઓ, મિત્રો અને મક્કાવાસીઓનો પૈગામ અલ્લાહ સુધી પહોચાડવાનું શરૂ કર્યું. જે પણ 'વહી' આવતી તે તેમને કંઠસ્થ થઈ જતી. કેમકે તેઓ નિરક્ષર હતાં તેથી તેઓ કોઈ લખનારને બોલાવીને લખાવી લેતાં હતાં. ત્યાર બાદ જનતાને ભેગી કરીને સંભળાવી દેતાં હતાં. તેમના જીવનમાં કલામ એક પુસ્તકના રૂપમાં સંકલિત નહતું પરંતુ સહાબા કિરામની પાસે સંગ્રહિત હતું કે તેમને કંઠસ્થ હતું. તેમનો દુનિયામાંથી પરદો કર્યાના બે વર્ષ બાદ તેમના ખલીફા હજરત અબુબકર રજી.એ આને સંકલિત કરી દિધું. ત્યાર બાદ તેમના ત્રીજા ઉત્તર અધિકારી હજરત ઉસ્માને 114 અધ્યાયમાં એક વિશેષ ક્રમથી સંકલિત કરીને પાડોશી પ્રદેશો સુધી પહોચાડી દિધું. તેમની એક હસ્ત લિખિત પ્રતિ આજે પણ મિશ્રના એક પુસ્તકાલયમાં સુરક્ષીત છે.

Share this Story:

Follow Webdunia gujarati