૩૧. અલ્-લ઼તીફ (કૃપા કરનાર)
જે વ્યક્તિ ૧૩૩ વખત યા લ઼તીફ પઢા કરશે, તેની ધન વૃદ્ધિ થાય છે તથા બધી જ ઇચ્છાઓ પૂર્ણ થાય છે. જે વ્યક્તિ ગરીબ, દુઃખ, બીમારી, એકલાપણું કે અન્ય કોઈ મુસીબત માં પડ્યો હોય તે વજૂ કરીને બે રકત નમાજ પઢશે અને પોતાના મકસદને દિલમાં રાખીને ૧૦૦ વખત પઢશે ઇન્શા અલ્લાહ મકસદ પૂર્ણ થશે.
૩૨. અલ્-ખબીર (જાણકારી રાખનાર)
જે વ્યક્તિ સાત દિવસ સુધી યા ખબીર અણિત વખત પઢશે અલ્લાહ તેની પરના રહસ્ય ખોલી દેશે. જે વ્યક્તિને કોઈ ખરાબ આદત હોય અને કોઈ શૈતાની શક્તિના વશમાં હોય તે અગણિત વખત પઢશે તો તે છુટી જશે.
૩૩. અલ્-઼હલીમ (ધૈર્યવાન)
ઇસ નામ કો કાઇજ પર લિખકર પાની સે ધોકર જિસ વસ્તુ પર પાની છિડકેં ઉસમેં ઉન્નતિ હો તથા હાનિ સે બચા રહે.
૩૪. અલ્-અજીમ (અતિ મહાન)
જે વ્યક્તિ અધિક માત્રામાં યા અજીમ પઢશે ઇન્શા અલ્લાહ આદર, ઉન્નતિ તથા દરેક રોગથી મુક્ત થઈ જશે.
૩૫. અલ્-ઇફૂર (મુક્તિ આપનાર)
જે વ્યક્તિ અણિત વખત યા ઇફૂર પઢશે તેના બધા જ કષ્ટ, દર્દ, દુઃખ દૂર થઈ જશે અને ધન વૃદ્ધિ થશે. જે વ્યક્તિ સજદેમાં યા રબ્બિઇ ફિરલી ત્રણ વખત કહેશે અલ્લાહ ત'આલા તેના આગલા અને પાછલાં બધા જ પાપ ક્ષમા કરી દેશે.
૩૬. અશ્-શકૂર (આદર કરનાર)
જે વ્યક્તિ દરિદ્રતા કે અન્ય કોઈ દુઃખ-દર્દથી પીડિત હોય તે ૪૧ વખત યા શકૂર પઢશે તેના દૂઃખ દૂર થઈ જશે. જે વ્યક્તિને થકાવટ થતી હોય તેમજ શરીર ટૂટી રહ્યું હોય તો આ નામને લખીને પીવો અથવા શરીર પર ફેરવી દો તો ફાયદો થશે. જો આઁખોંથી ઓછું દેખાતું હોય તો લખીને આઁખ પર ફેરવવાથી ફાયદો થશે.
૩૭. અલ્-'અલી (સૌથી ઊઁચો)
જે વ્યક્તિ હંમેશા યા 'અલી પઢતો રહેશે તથા લખીને પોતાની પાસે રાખશે ઇન્શા અલ્લાહ તેની તરક્કી થશે, તે ખુશ રહેશે અને તેની બધી જ ઇચ્છાઓ પૂરી થઈ જશે. જો મુસાફર પોતાની પાસે રાખશે તો ઝડપી પોતાના સંબંધિઓની પાસે પાછો ફરશે.
૩૮. અલ્-કબીર (ખુબ મોટો)
જે વ્યક્તિને પોતાના પદથી હટાવી દેવામાં આવ્યો હોય તે સાત રોજા (વ્રત) રાખશે અને દરરોજ એક હજાર વખત યા કબીર પઢશે પોતાનું પદ ફરીથી મેળવી લેશે તેમજ ઉન્નતિ અને વિજય મળશે. જો ખાવાની વસ્તુ પર પઢીને ખવડાવશે તો પતિ-પત્નીમાં પરસ્પર પ્રેમ વધશે.
૩૯. અલ્-હફીજ (બધાનો રક્ષક)
જે વ્યક્તિ અગણિત વખત યા હફીજ પઢશે અને લખીને પોતાની પાસે રાખશે તે દરેક પ્રકારના ભયથી અને મુશ્કેલીથી સુરક્ષિત રહેશે. જો જંગલી જાનવરોંની વચ્ચે સુઈ પણ જશે તો પણ કોઈ જ હાનિ નહિ પહોચે.
૪૦. અલ્-મુકીત (બધાને રોજી અને શક્તિ આપનાર)
જે વ્યક્તિ ખાલી વાસણમાં સાત વખત યા મુકીત પઢીને ફૂઁકશે અને સ્વયં તેનાથી પાણી પીશે કે બીજાને પીવડાવશે કે સુંઘાડશે તો ઇન્શા અલ્લાહ તેની ઇચ્છા પૂર્ણ થશે. જો રોજેદાર માટી પર પઢીને કે લખીને પાણીથી તર કરીને સુંઘશે તો શક્તિ પ્રાપ્ત થશે અને જો યાત્રી માટીના વાસણ પર સાત વખત પઢીકે લખીને તેના વડે પાણી પીશે યાત્રા દરમિયાન તેને કોઈ જ મુશ્કેલી અને અડચણ નહિ આવે.