શાસ્ત્રોમાં માઘ પૂર્ણિમાની ભાગ્યશાળી તિથિ જણાવ્યુ છે. આ દિવસે બ્રહ્મમૂહૂર્તમાં ઘરની સાફ-સફાઈ કરીને પૂરા ઘરમાં ગંગાજળ છાંટીને મુખ્ય દ્વાર પર અશોક કે આંબાના પાનનો તોરણ લગાવવુ અને પછી ઘરના ઉબરા પર હળદર અને કંકુ લગાવો. ત્યારબાદ મુખ્ય દ્વારાના બન્ને બાજુ સ્વાસ્તિકનો ચિન્હ બનાવો રોલી- અક્ષત (ચોખા) લગાવો અને પછી બારણા પર ઘીનો દીવો પ્રગટાવી પ્રણામ કરો. ત્યારબાદ તુલસીની પૂજા કરી, તેમને જળ, દીપક અને ભોગ અર્પિત કરો. આવુ કરવાથી લક્ષ્મી પ્રસન્ન હોય છે અને એશ્વર્યની પ્રાપ્તિ હોય છે.