જ્યોતિષમાં નવ ગ્રહ બતાવ્યા છે અને બધા ગ્રહોનુ જુદુ જુદુ ફળ હોય છે. કુંડળીમાં જે ગ્રહની સ્થિતિ અશુભ હોય છે તેનાથી શુભ ફળ પ્રાપ્ત કરવા માટે અનેક ઉપાય બતાવ્યા છે. આ ઉપાયોમાંથી એક ઉપાય એ છે કે અશુભ ગ્રહના મંત્રનો જાપ કરવામાં આવે. ગ્રહોના મંત્ર જાપથી અશુભ અસર ઓછી થાય છે. અહી જાણો કયા ગ્રહ માટે કયો મંત્રનો જાપ કરવો જોઈએ.
મંત્રની વિધિ
જે ગ્રહના નિમિત્ત મંત્ર જાપ કરવા માંગો છો એ ગ્રહની વિધિવત પૂજા કરો. પૂજનમાં બધી જરૂરી સામગ્રી અર્પિત કરો. ગ્રહ પૂજા માટે કોઈ બ્રાહ્મણની મદદ પણ લઈ શકાય છે. પૂજામાં સંબંધિત ગ્રહના મંત્રનો જાપ કરો. મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઈએ. જાપ માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરી શકાય છે.
સૂર્ય મંત્ર : ૐ સૂર્યાય નમ
સૂર્યને જળ ચઢાવ્યા પછી આ મંત્રના જાપથી પદ યશ સફળતા પ્રમોશન સામાજીક પ્રતિષ્ઠા સ્વાસ્થ્ય સંતાન સુખ મળે છે અને આ મંત્રથી દરિદ્રતા દૂર થાય છે.
ચંદ્ર મંત્ર - ૐ સોમાય નમ :
આ મંત્ર જાપથી માનસિક પરેશાનીઓ દૂર થાય છે. પેટ અને આંખોની બીમારીઓમાં રાહત મળે છે.
મંગલ મંત્ર - ૐ ભૌમાય નમ:
આ મંત્ર જાપથી ભૂમિ, સંપત્તિ અને વિવાહ અવરોધ દૂર થવાની સાથે જ સાંસારિક સુખ મળે છે.
બુધ મંત્ર : ૐ બુધાય નમ:
આ મંત્ર જપ બુદ્ધિ અને ધન લાભ આપે છે. ઘર કે વેપારની આર્થિક સમસ્યાઓ અને નિર્ણય ક્ષમતા વધારે છે.
ગુરૂ મંત્ર : ૐ બૃહસ્પતયે નમ:
આ મંત્ર જાપથી સુખદ વૈવાહિક જીવન, આજીવિકા અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
શુક્ર મંત્ર - ૐ શુક્રાય નમ
આ મંત્ર જાપથી વૈવાહિક જીવનને ખુશહાલ બનાવે છે. વૈવાહિક જીવનમાં ક્લેશ અને અશાંતિને દૂર કરે છે.
શનિ મંત્ર : ૐ શનૈશ્વરાય નમ:
આ મંત્ર તન, મન, ધનથી જોડાયેલ તમામ પરેશાનીઓ દૂર કરે છે. ભાગ્યશાળી બનાવે છે.
રાહુ મંત્ર - ૐ રાહવે નમ:
આ મંત્ર જાપ માનસિક તનાવ અને વિવાદોનો અંત કરે છે. આધ્યત્મિક સુખ પણ આપે છે.
કેતુ મંત્ર - ૐ કેતવે નમ:
આ મંત્રનો જાપ દરેક સંબંધમાં તનાવ દૂર કરે છે અને સુખ શાંતિ આપે છે.