હવન સમયે હંમેશા સ્વાહા કહેવામાં આવે છે. પણ શુ તમે જાણો છો કે તેનુ મુખ્ય કારણ શુ છે.. હકીકતમાં અગ્નિ દેવની પત્ની છે સ્વાહા. તેથી હવનમાં દરેક મંત્ર પછી સ્વાહાનુ ઉચ્ચારણ કરવામાં આવે છે. સ્વાહાનો અર્થ છે યોગ્ય રીતથી પહોંચાડવુ. મંત્ર પાઠ કરતા સ્વાહા કહીને જ હવન સામગ્રી ભગવાનને અર્પિત કરે છે.
ઉલ્લેખનીય છે કે કોઈપણ યજ્ઞ ત્યા સુધી સફળ નથી થતો જ્યા સુધી કે હવનનુ ગ્રહણ દેવતા કરી ન લે. પણ દેવતા આવુ ગ્રહણ ત્યારે કરી શકે છે જ્યારે અગ્નિ દ્વારા સ્વાહાના માધ્યમથી અર્પણ કરવામાં આવે.
જાણો કથા...
પૌરાણિક કથાઓ મુજબ સ્વાહા દક્ષ પ્રજાપતિની પુત્રી હતી. તેમનો વિવાહ અગ્નિદેવ સાથે કરવામાં આવ્યો હતો. અગ્નિદેવ પોતાની પત્ની સ્વાહા માધ્યમથી જ ભવિષ્ય ગ્રહણ કરે છે અને તેના માધ્યમથી આ હવિષ્ય આહવાન કરવામાં આવેલ દેવતાઓને પ્રાપ્ત થાય છે.
બીજી બાજુ પૌરાણિક કથા મુજબ અગ્નિદેવની પત્ની સ્વાહાના પાવક, પવમાન અને શુચિ નામના ત્રણ પુત્ર થયા. સ્વાહાની ઉત્પત્તિથી એક અન્ય રોચક કથા પણ જોડાયેલ છે. જેના મુજબ સ્વાહા પ્રકૃતિની એક કલા પણ હતી. જેનો વિવાહ અગ્નિ સાથે દેવતાઓના આગ્રહ પર સંપન્ન થયો હતો. ભગવાન શ્રીકૃષ્ણએ પોતે સ્વાહાને એ વરદાન આપ્યુ હતુ કે ફક્ત તેના માધ્યમથી જ દેવતા હવિષ્યને ગ્રહણ કરી શકશે. યજ્ઞીય પ્રયોજન ત્યારે પૂર્ણ થાય છે જ્યારે આહ્વાન કરવામાં આવેલ દેવતાને તેમની પસંદગીનો ભોગ પહોંચાડવામાં આવે.