Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

જો મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો શુક્રવારે ન કરો આ 3 કામ

જો મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો શુક્રવારે ન કરો આ 3 કામ
, શુક્રવાર, 19 ઑક્ટોબર 2018 (10:38 IST)
દરેક ઈચ્છે છે કે તેમનુ ઘર પરિવારમાં પૈસાની બરકત રહે અને ઘરમાં કોઈ વસ્તુની કમી ન રહે.  આવામાં મા લક્ષ્મીને પ્રસન્ન રાખવી ખૂબ જરૂરી છે. જો મા લક્ષ્મી સિસાએ જાય તો કેટલી પણ મહેનત કરી લો પૈસા કમાવવામાં પરેશાની આવે છે સાથે જ પાસે પૈસા ટકતા નથી. આવામાં કિસ્મત તો ખરાબ થઈ જશે સાથે જ તમારા પરિવારના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. 
 
હિન્દુ ધર્મ મુજબ શુક્રવારનો દિવસ લક્ષ્મીજીને સમર્પિત છે. તેથી શુક્રવારે આ કામ ક્યારેય ન કરો 
 
1. પૂજા કરવુ ભૂલી જવુ 
 
માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો સૌથી સહેલો ઉપાય છે દરેક શુક્રવરે માતાની પૂજા જરૂર કરો. આવુ કરવાથી ધનની વૃધિ થશે . જો અજાણતા જ તમે શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરવાનુ ભૂલી જશો તો લક્ષ્મી નારાજ થઈ શકે છે.  જો  તમે આવુ નહી કરો તો મુસીબતો વધશે અને દુર્ભાગ્ય માથે આવશે. સંપત્તિનો અભાવ થશે. 
 
2. ઘરની મહિલાઓનુ અપમાન - ઘરમાં વહુ કે પુત્રીઓનુ સન્માન નથી થતુ એ ઘરમાં લક્ષ્મી ટકતી નથી. તેથી શાસ્ત્રોમાં બતાવ્યુ છેકે વહુ અને પુત્રીઓ સાક્ષાત લક્ષ્મીનુ રૂપ હોય છે તેથી ઘરની સ્ત્રીઓનુ ક્યારેય અપમાન ન કરો કે ન થવા દો. 
 
જે ઘરમાં મહિલાઓ પર હિંસા થાય છે તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેતી નથી. તેમનુ સન્માન કરવાથી મા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે. 
 
3. ગાળો બોલવી કે લડાઈ ઝગડો - ઘરમાં જેટલી  સકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહે છે લક્ષ્મી એટલી જ પ્રસન્ન રહે છે. જે ઘરમાં લડાઈ ઝગડો અને ગાળો અપશબ્દોનો ઉપયોગ થાય છે ત્યાથી લક્ષ્મી તરત જ દૂર થઈ જાય છે અને ફરી આવતી નથી.  નકારાત્મક ઉર્જાથી બચવા માટે ઘરમાં શાંતિનુ વાતાવરણ રાખો. બની શકે તેટલુ શુક્રવારે લડાઈ ઝગડો કરવાથી બચો. આવુ કરવાથી ઘરનુ વાતાવરણ પોઝીટિવ રહેશે અને લક્ષ્મી તમારા ઘરે જરૂર પધારશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કરવા ચોથ વ્રત કથા-1(see Video)