આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં સચિન રેકોર્ડોનો સમાનાર્થી બની ગયો છે. તેણે જ્યારથી ક્રિકેટ કારકિર્દીની શરુઆત કરી ત્યારથી માંડીને આજે તેની ઉમરના કેટલાક અન્ય ખેલાડીઓએ નિવૃતિ લઈ લીધી છે ત્યારે પણ તે રેકોર્ડોનો ગઢ બનાવી રહ્યા છે.
આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઉચ્ચ શિખરો સર કરનાર ભારતીય ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર આ રમતમાં એક કે બે રેકોર્ડોથી નહીં પરંતુ 22 વિશ્વ રેકોર્ડના બાદશાહ છે.
સચિને તાજેતરમાંજ કોલંબોમાં પૂર્ણ થયેલી ત્રિકોણીય શ્રેણીની ફાઈનલમાં 44મી એકદિવસીય સદી ફટકારી હતી. ત્યારે સ્વાભાવિક છે કે આપણને એ પ્રશ્ન ઉભો થાય કે સચિનના ખાતામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેટલા વિશ્વ રેકોર્ડ છે.