ભારત અને ઓમાને પ્રૌદ્યોગિકી, ઉર્જા સહિતના ક્ષેત્રે સહયોગ સાધી તથા દ્રિપક્ષીય સંબંધે નવી ઉંચાઇ મેળવવા માટે ફેંસલો કર્યો છે.
પ્રધાનમંત્રી મનમોહનસિંહની શનિવારથી શરૂ થઇ રહેલી ઓમાન યાત્રા દરમિયાન બંને દેશાના સંબંધોને વધુ ગાઢ બનાવવા પ્રયાસ કરાશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમ.કે નારાયણન આ સપ્તાહે ઓમાન ગયા હતા જ્યાં તેમણે સુલ્તાન કબુસ અને પ્રધાનમંત્રી વચ્ચે થનારી વાતચીતના એજન્ડાને આખરી ઓપ આપ્યો હતો.
ભારતમાં ઓમાનના રાજદૂત હુમૈદ અલ માનીએ આજે જણાવ્યું હતું કે, ડો. સિંહની યાત્રા દરમિયાન ઘણા ખરી બાબતે સહમતિ, એમ.ઓ.યુ પર હસ્તાક્ષર થાય થાય તેમ છે. બંને દેશો વચ્ચેના સંબંધો વધી રહ્યા છે અને આગામી વર્ષે આ વેપાર બે અરબ ડોલર સુધી પહોંચી જાય તેવી શક્યતા છે.