કેદીઓનાં અખાડા બાદ દારૂની ભઠ્ઠી તરીકે પંકાયેલી સાબરમતી સેન્ટ્રલ જેલ જાણે કે મીની મોબાઈલ ફેક્ટરી બની ગઈ છે. શુક્રવારે ફરીથી જેલમાંથી બે મોબાઈલ, એક બેટરી અને ચાર્જર સહિત સંખ્યાબંધ પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી.
ગુરૂવારે રાત્રે જેલનાં જેલર વૈભવસિંહે પોતાની ટીમ સાથે સમગ્ર જેલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પંજા બેરેક, પાકા કામની કેદીઓની બેરેક ત્થા સંડાસ-બાથરૂમ માંથી બે મોબાઈલ, 1 બેટરી અને 1 ચાર્જર મળી આવ્યા હતાં. આ સામગ્રી કોણે જેલની અંદર લાવ્યા તે અંગે તપાસ ચાલી રહી છે.
સાબરમતી સેન્ટ્રલ જેલમાં ઘણાં આતંકવાદીઓ સહિત બોમ્બ બ્લાસ્ટનાં આરોપીઓને રાખવામાં આવ્યા છે. આ જેલમાંથી પહેલાં પણ ટીવી, ડીવીડી, મોબાઈલ ફોન, સીમ કાર્ડ જેવી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી. તાજેતરમાં જ જેલમાં દેશી દારૂની ભઠ્ઠી પણ પકડાઈ હતી. આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જેલનાં કર્મચારીઓનીં સંડોવણી બહાર આવી હતી.