26 નવેમ્બરના રોજ મુંબઈમાં થયેલ આતંકી હુમલાઓ પછી એ દિવસે ઘટેલી ઘણી ઘટનાઓ સામે આવી છે. તાજા સમાચાર શાહિદ કપૂર, પ્રિયંકા ચોપડા અને શાહરૂખને લઈને છે.
સૂત્રોના મુજબ જ્યારે તાજ અને ઓબેરોય હોટલ પર આતંકવાદીઓએ હુમલોકર્યો હતો તે દરમિયાન મુંબઈમાં શાહિદ અને પ્રિયંકા 'કમીને' ફિલ્મનું શૂંટિંગ કરી રહ્યા હતા. આ ફિલ્મને વિશાલ ભારદ્વાજ નિર્દેશિત કરી રહ્યા છે.
જેવા આ સમાચાર વિશાલ ભારદ્વાજ સુધી પહોંચ્યા તો તેમણે શૂટિંગ કેંસલ કરી દીધુ. શાહિદ અને પ્રિયંકા જ્યારે તેમના ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે એવા સમાચાર મળ્યા કે અન્ય હોટલો પર પણ હુમલો થયો છે, જો કે એ માત્ર અફવા જ હતી.
સ્થિતિ બગડતી જોઈને શાહિદ અને પ્રિયંકાને યાદ આવ્યુ કે રસ્તામાં શાહરૂખનુ ઘર મન્નત આવે છે. શાહિદે શાહરૂખ સાથે ફોન પર વાત કરી અને શાહરૂખે તેમને ઘરે બોલાવી લીધા.
શાહરૂખ ખાને શાહિદ અને પ્રિયંકાનું પોતાના ઘરે સ્વાગત કર્યુ અને તેમને કહ્યુ એક જ્યા સુધી સ્થિતિ કાબુમાં ન આવે ત્યાં સુધી તેઓ તેમના ઘરે જ રહે. પ્રિયંકા અને શાહિદે આખી રાત કિંગ ખાનની ઘરે જ વિતાવી અને બીજા દિવસે પોતાના ઘરે ગયા.
સૂત્રોના મુજબ શાહરૂખ ખાન નથી ઈચ્છતા કે આ વાતની કોઈની કોઈને જાણ થાય, પરંતુ વાત સામે આવી જ ગઈ.