કેન્દ્ર સરકારે આજે કહ્યું છે કે, 11 મી પંચવર્ષીય યોજના દરમિયાન ભારતીય વિમાનપત્તન પ્રાધિકરણના ત્રણ નવા ગ્રીનફીલ્ડ હવાઈમથક વિકસિત કરવાનો પ્રસ્તાવ છે.
નાગર વિમાનન રાજ્ય મંત્રી પ્રફુલ્લ પટેલે નૃપેંદ્ર નાથ રાય નરહરિ મહતો વગેરેના પ્રશ્નના લેખિત જવાબમાં લોકસભાને આ માહિતી આપી.
તેમણે જણાવ્યું કે, પ્રસ્તાવિત નવા ગ્રીનફિલ્ડ હવાઈ મથકોમાં સિક્કિમમાં પેંક્યોંગ અરૂણાચલ પ્રદેશમાં ઇટાનગર અને નાગાલેન્ડમાં ચીથૂ શામેલ છે. તેમણે જણાવ્યું કે, પેંક્યોંગ હવાઈ મથક માટે કાર્ય શરૂ થઈ ગયું છે અને તેના પૂર્ણ થવાની તારીખ જાન્યુઆરી 2012 છે. તેના પર આશરે 309 કરોડ રૂપિયાનો ખર્ચ આવવાની સંભાવના છે.