ચાર્લ્સ ડાર્વિનના ‘ઑરિજિન ઑફ સ્પેસીજ’ ના પ્રથમ સંસ્કરણને ત્યાં ક્રિસ્ટી નીલામીઘરમાં વેચાણ માટે રાખવામાં આવ્યું અને તેની હરાજી 103250 પાઉન્ડ (આશરે 80 લાખ રૂપિયા) માં થઈ. તેનું પ્રથમ વખત પ્રકાશન 150 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં મળેલા લીલા રંગના આ પુસ્તકને એક ગ્રાહકે કાલે કીમતી પાંડુલિપિઓ અને મુદ્રિત પુસ્તકોની નીલામીમાં ટેલીફોન પર બોલી લગાવીને ખરીદ્યું.
ક્રિસ્ટીની નિર્દેશક (પુસ્તક અને પાંડુલિપિ) મારગ્રેટ ફોર્ડે કહ્યું કે, 150 વર્ષ જૂની આ પુસ્તકના ફરીથી મળવા બાદ તેને વેચવાનો આ સૌથી શ્રેષ્ઠ મૌકો છે.